અમદાવાદ-

ગુજરાતમાં પણ મેઘરાજાએ મહેરની જગ્યાએ કહેર જોવા મળી છે. આ વર્ષે રાજ્યમાં કુલ 140 ટકા જેટલો વરસાદ વરસ્યો છે. ત્યારે રાજ્યના કેટલાક વિસ્તારોમા ખેતરોમાં પાણી ભરાતાં ખેડૂતોને ભારે નુકસાન થયેલું જોવા મળ્યું છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં હજુ રહેશે વરસાદી વાતાવરણ રહેશે તેવી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, આગામી બે દિવસ વરસાદ પડવાની આગાહી છે. ખાસે કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ પડી શકે છે. નોંધનીય છે કે, રાજ્યમાં આગામી 2 દિવસ સુધી વરસાદની આગાહી આપવામાં આવી છે. જેમાં દ્વારકા, ભાવનગર, મોરબીમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સુરત, વલસાડ, ભરુચમાં સામાન્ય વરસાદી ઝાપટા જોવા મળશે.