દિલ્હી-

ભારતના હવામાન વિભાગની વિસ્તૃત આગાહી મુજબ ચોમાસું સામાન્ય સમયે 1 જૂન આસપાસ કેરળ પહોંચશે. પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સચિવ એમ. રાજીવને જણાવ્યું હતું કે, ભારત હવામાન વિભાગ 15 મી મેના રોજ ચોમાસાની સત્તાવાર આગાહી રજૂ કરશે. એક ટ્વિટમાં તેમણે કહ્યું ભારતના હવામાન વિભાગની વિસ્તૃત આગાહી મુજબ, કેરળમાં 1 જૂન આસપાસ ચોમાસુનું આગમન થશે. આ પ્રારંભિક આગાહી છે. ભારત હવામાન વિભાગની સત્તાવાર ચોમાસાની આગાહી 15 મેના રોજ અને વરસાદને લગતી આગાહી 31 મેના રોજ જાહેર કરવામાં આવશે.”

IMD એ કહ્યું કે આ વર્ષે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું સામાન્ય રહેવાની સંભાવના છે. દેશમાં 75 ટકા વરસાદ દક્ષિણ પશ્ચિમ ચોમાસાને કારણે છે. લાંબા ગાળા દરમિયાન સરેરાશ વરસાદ 98 ટકા જેટલો રહેશે અને પાંચ ટકાનો વધારો અથવા ઘટાડો થઈ શકે છે. આ અગાઉ સ્કાયમેટ વેધરે પણ આ વર્ષનું ચોમાસું સામાન્ય રહેવાની આગાહી કરી હતી. અંગે સ્કાયમેટના સીઈઓ યોગેશ પાટિલે કહ્યું કે ગયા વર્ષથી પ્રશાંત મહાસાગરમાં લા-નીનાની સ્થિતિ યથાવત છે. અને હજી સુધી સંકેતો એ છે કે આ પરિસ્થિતિ અહીં ચોમાસાની આખી સિઝન દરમિયાન રહી શકે છે. ચોમાસાની મધ્ય સુધીમાં પ્રશાંત મહાસાગરના મધ્ય ભાગોમાં ફરીથી દરિયાની સપાટીનું તાપમાન ઘટવાનું શરૂ થશે. જો કે દરિયાની સપાટી ઠંડી થવાની આ પ્રક્રિયા ખૂબ ધીમી રહેશે. આ આધારે એમ કહી શકીએ કે આ વર્ષના ચોમાસામાં ચોમાસામાં અલ-નીનોના ઉદભવની કોઈ સંભાવના નથી. ચોમાસાને અસર કરતો બીજો મહત્વનું દરિયાઇ પરિવર્તન મેડન જુલિયન ઓશીલેશન( MJO) છે, જે હાલમાં હિંદ મહાસાગરથી દૂર છે. તે સમગ્ર ચોમાસાની સીઝનમાં ભાગ્યે જ 3-4 વખત હિંદ મહાસાગરમાંથી પસાર થાય છે. અત્યારે ચોમાસા પર તેની અસર વિશે કંઇ કહેવું બહુ વહેલું છે.ચોમાસાની પ્રાદેશિક કામગીરી પર સ્કાયમેટનો અંદાજ છે કે ઉત્તર ભારતના મેદાનો અને પૂર્વોત્તર ભારતના ભાગોમાં સમગ્ર સીઝનનો ઓછો વરસાદ પાડવાની સંભાવના છે. જો કે ચોમાસાના પ્રારંભિક મહિનામાં, જૂન અને સપ્ટેમ્બરના અંતિમ ભાગમાં દેશભરમાં ભારે વરસાદ પડવાના સંકેત છે. જો કે ભારતમાં ચોમાસાની સત્તાવાર આગાહી ભારત સરકારનું હવામાન વિભાગ 31 મેના રોજ જાહેર કરશે.