રાજકોટ રાજકોટના જામનગર રોડપર આવેલી રેલવે કોલોનીની ૩૨૬૬૫.૪૭ મીટરમાં ફેલાયેલી જગ્યાની નક્કી થયેલી ૧.૮ એફએસઆઇ ડેવલોપરને ઉપલબ્ધ કરવામાં આવશે. અતિ કિંમતી આ જગ્યાની ઓછામાં ઓછી કિંમત ૬૨ કરોડ નક્કી કરી ટેન્ડરપણ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. કર્મચારી વસાહતની અતિ કિંમતી જગ્યા ૯૯ વર્ષના ભાડાપટ્ટે ખાનગી ડેવલોપરનેપધરાવી દેવાની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. આ માટેની પ્રિબીડ મિટીંગ ૧૫ નવેમ્બરના રોજ મળી હતી. રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના અનેક ડેવલોપરે આ જમીન માટે ઇચ્છા વ્યક્ત કરી હતી. ૬૨ કરોડની અપસેટ કિંમત સાથેનું ટેન્ડર ભરવાની છેલ્લી તારીખ ૨૭ ડિસેમ્બર નક્કી થઇ છે.માસ્ટર પ્લાનમાં જમીનને રેલવે ઝોનના રૂપમાં દેખાડવામાં આવી છે. સોંપવામાં આવનારી જમીન રેલવે ઝોનનો હિસ્સો છે. જેમાં પ્લોટની બંન્ને તરફ ૧૨ મીટરપહોળો રસ્તો છે. જેના ઉપર ૩૪ સ્ટાફ ક્વાટર ઉભા છે અને આ ૩૪ ક્વાટરના નિર્માણ માટે રેલવે દ્વારા વધારાની જગ્યા ડેવલોપરનેપુરીપાડવામાં આવશે. કોમર્શિયલ ડેવલોપમેન્ટ માટે ઉપલબ્ધ કુલ જમીન ૩૨૬૬૫ વર્ગમીટર ચારે તરફથી રેલવેની જમીનથી ઘેરાયેલી છે.રેલવેની દિલ્હી ઓફિસ દ્વારા સત્તાવાર રીતે પ્રકાશીત થયેલી પ્રેસ યાદીમાં આરએલડીએના વાઇસ ચેરમેન વેદ પ્રકાશ ડુડેજાએ જણાવ્યું છે કે, રાજકોટ ગુજરાતનું એક પ્રમુખ ઔદ્યોગિક શહેર છે.

જે વ્યાપારિક રીતે અત્યંત મહત્વનું સેન્ટર છે. જે જગ્યા ભાડાપટ્ટાથી આપવાની પ્રક્રિયા ચાલુ થઇ છે તે રેલવે સ્ટેશનથી અઢી કિલોમીટર અને એરપોર્ટથી માત્ર બે કિલોમીટર દૂર છે. સબંધિત જગ્યા રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન અંતર્ગત આવે છે. રેલભૂમી વિકાસ પ્રાધીકરણ રેલવેની માલિકીની કોમર્શિયલ ગણાતી જમીન ઉપરની કોલોનીનાપુનઃવિકાસ, સ્ટેશનોનાપુનઃ વિકાસ અને રેલવેની અન્ય ઉપયોગમાં લેવાતી જગ્યાઓના વિકાસનું કાર્ય કરે છે.ભારતીય રેલવેપાસે સમગ્ર ભારતમાં ૪૩ હજાર હેક્ટર ખાલી જમીન છે. આરએલડીએ વર્તમાનમાં ૮૪ રેલવે કોલોનીપુનઃ વિકાસની યોજના સંભાળી રહી છે અને ગૌહાટી અને સિકંદરાબાદમાં ૩ રેલવે કોલોનીઓ ભાડાપટ્ટે આપી ચૂકી છે.

 આરએલડીએપાસે લિઝિંગ માટે સમગ્ર ભારતમાં ૧૦૦થી વધુ કોમર્શિયલ (ગ્રીન ફિલ્ડ) સાઇટો છે અને દરેક માટે યોગ્ય ડેવલોપર શોધવાપારદર્શી પ્રક્રિયાથી ટેન્ડર કરવામાં આવશે.હવે તબક્કાવાર રીતે આરએલડીએ દિલ્હી, વિજવાસન, લખનઉ ચાર બાગ, ગોમતીનગર લખનઉ અને ચંદીગઢ જેવા પ્રમુખ સ્ટેશનોનેપુનઃવિકાસ માટે સોંપવા પ્રાથમિકતા આપી રહી છે.ભારત સરકાર દ્વારા શરૂ થયેલી સ્માર્ટ સિટી યોજનાના એક ભાગરૂપે દેશભરના રેલવે સ્ટેશનોનેપીપીપી અને ઇપીસી મોડલ ઉપરપુનઃ વિકસીત કરવામાં આવશે તેમ આરએલડીએનાવાઇસ ચેરમેન વેદ પ્રકાશ ડુડેજાએ અંતમાં જણાવ્યું છે.