ગાંધીનગર વિધાનસભાની આગામી ચૂંટણી પૂર્વે ફરીથી નાગરિકોમાં વિશ્વાસ ઊભો કરવા માટે ભાજપનું સંગઠન હવે નવા મંત્રીઓને પ્રજાની વચ્ચે જન આશીર્વાદ લેવા માટે પ્રવાસે મોકલશે.ગુજરાતમાં છેલ્લા ૨૫ વર્ષથી ચૂંટણીઓમાં રાજ્યની જનતાએ જે રીતે ભાજપને ખોબલેને ખોબલે મત આપી વિકાસની રાજનીતિ સતત આશીર્વાદ આપ્યા છે. ત્યારે હવે એન્ટિ ઇન્કમબન્સીના ભયના વાતાવરણને જાેતાં ભાજપ દ્વારા રાજ્યની જનતાનું ઋણ સ્વીકાર કરવાના નામે “જન આશીર્વાદ યાત્રા” થકી રાજ્યની નવનિયુક્ત ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીઓ આવતીકાલથી જનતાના ઘર સુધી જઈને આગામી ચૂંટણી જીતવા માટે આશીર્વાદ મેળવવાનો પ્રયાસ કરશે.જેના અંતર્ગત ગુજરાતની નવી ભૂપેન્દ્ર પટેલ સરકારના નવનિયુક્ત ૨૪ મંત્રીઓ આવતીકાલથી ગુજરાતનાં વિવિધ જિલ્લાઓનો પ્રવાસ કરશે. જન આશીર્વાદ યાત્રા ૩૦ સપ્ટેમ્બરથી ૩ ઓક્ટોબર અને ૭ ઓક્ટોબર, ૧૦ ઓક્ટોબર સુધી યોજાશે. આ જન આશીર્વાદ યાત્રા અંતર્ગત રાજ્ય સરકારમાં નંબર બેનું સ્થાન ધરાવતા મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી તા. ૩૦ સપ્ટેબરે ખેડા, ૧ ઓક્ટોબરે વડોદરા જિલ્લો અને ૨ ઓક્ટોબરે વડોદરા શહેર રાવપુરા અને સયાજીગંજ વિધાનસભાનો પ્રવાસ કરશે. શિક્ષણ મંત્રી જીતેન્દ્ર વાઘાણી ભાવનગર પશ્ચિમ, રાજકોટ જિલ્લો અને રાજકોટ શહેરનો પ્રવાસ કરશે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ વિસનગર, ગાંધીનગર જિલ્લો અને અમદાવાદ જિલ્લાનો પ્રવાસ કરશે. માર્ગ અને મકાન મંત્રી પુર્ણેશ મોદી સુરત પશ્ચિમ, ભરુચ અને નર્મદા જિલ્લાનો પ્રવાસ કરશે. કૃષિ મંત્રી રાઘવજી પટેલ જામનગર ગ્રામ્ય, દેવભૂમિ દ્વારકા અને જુનાગઢ શહેરનો પ્રવાસ કરશે. આરોગ્ય મંત્રી કનુ દેસાઇ નવસારી, સુરત શહેર અને પારડીનો પ્રવાસ કરશે. વન અને પર્યાવરણ મંત્રી કિરીટ સિંહ રાણા લીમડી, જામનગર જિલ્લો અને જામનગર શહેરનો પ્રવાસ કરશે. પુરવઠા મંત્રી નરેશ પટેલ સુરત જિલ્લો, વલસાડ જિલ્લાનો અને નવસારી જિલ્લાનો પ્રવાસ કરશે.

જ્યારે સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી પ્રદીપ પરમાર બનાસકાંઠા, કચ્છ અને અસારવા ખાતે પ્રવાસ કરશે. ગ્રામ વિકાસ મંત્રી અર્જુન ચૌહાણ મહેમદાબાદ, આણંદ અને પંચમહાલ જિલ્લાનો પ્રવાસ કરશે. રાજ્ય કક્ષાના મંત્રીઓ પણ વિવિધ જિલ્લાઓનો પ્રવાસ કરશે. જેમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી મજુરા, વડોદરા શહેર (અકોટા વિધાનસભા) અને અમદાવાદ શહેરનો પ્રવાસ કરશે. જગદીશ પંચાલ ખેડા, ગાંધીનગર અને નિકોલ વિધાનસભાનો પ્રવાસ કરશે.

 બ્રિજેશ મેરજા મોરબી, પોરબંદર અને સુરેન્દ્રનગર જિલ્લાનો પ્રવાસ કરશે. જીતુ ચૌધરી તાપી, સુરત જીલ્લો, ડાંગ અને કપરાડાનો પ્રવાસ કરશે. મનીષાબેન વકીલ મહીસાગર, આણંદ, વડોદરા શહેર (વાડી શહેર અને માંજલપુર)નો પ્રવાસ કરશે. મુકેશ પટેલ ઓલપાડ, ે વલસાડ અને નવસારી જિલ્લાનો પ્રવાસ કરશે.નિમિષાબેન સુથાર છોટા-ઉદેપુર, પંચમહાલ, મોરવા હડફનો પ્રવાસ કરશે. અરવિંદ રૈયાણી રાજકોટ પૂર્વ, મોરબી અને બોટાદ જિલ્લાનો પ્રવાસ કરશે. ડૉ. કુબેર ડિંડોર અરવલ્લી, દાહોદ અને સંતરામપૂરનો પ્રવાસ કરશે. કીર્તિસિંહ વાઘેલા સાબરકાંઠા,મહેસાણા અને કાંકરેજનો પ્રવાસ કરશે. ગજેન્દ્રસિંહ પરમાર પાટણ,બનાસકાંઠા અને પ્રાંતિજનો પ્રવાસ કરશે. રાઘવ સી. મકવાણા જૂનાગઢ જિલ્લો, ગીર-સોમનાથ અને અમરેલી જિલ્લાનો પ્રવાસ કરશે, વિનોદ મોરડિયા ભાવનગર જિલ્લો, બોટાદ જિલ્લો અને કતારગામનો પ્રવાસ કરશે. દેવાભાઇ માલમ અમદાવાદ જિલ્લો, ભાવનગર જિલ્લો અને સુરેન્દ્રનગરનો પ્રવાસ કરશે.