દિલ્હી-

કેન્દ્ર સરકારે કોવિડ ૧૯ મહામારી વચ્ચે તમામ નિર્માણાધીન નેશનલ હાઈ ઝડપથી પૂરા કરવા માટે ૧૦ હજાર કરોડ રૂપિયાના ફંડ નિર્માણ કંપનીઓને આપ્યા છે. સરકારે જણાવ્યું કે, આ ફંડ રિલીઝ કરવાનો હેતુ પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીની મહાત્વાકાંક્ષી આર્ત્મનિભર ભારત યોજનાને ગતિશીલ બનાવવાનો છે.

રોડ પરિવહન અને હાઈવે મંત્રાલયે જણાવ્યું કે, અત્યાર સુધી ૧૦,૩૩૯ કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. જ્યારે ૨૪૭૫ કરોડ રૂપિયાનો વધુ એક હપ્તો આપવાની તૈયારી પણ કરવામાં આવી રહી છે. આ સિવાય પણ આર્ત્મનિભર અભિયાનને તેજીથી આગળ વધારવા માટે ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ હેઠળ વિભિન્નપગલા ઉઠાવવામાં આવી રહ્યા છે.

મંત્રાલયે જણાવ્યું કે, આર્ત્મનિભર ભારત યોજના હેઠળ નિર્માણ વગેરે માટે ચૂકવણીની પ્રક્રીયાને થોડી સરળ બનાવવામાં આવી છે. હવે નિર્માણકર્તા કપંની અથવા કોન્ટ્રાક્ટરને કોઈ લક્ષ્ય હાંસિલ કરવા પર પેમેન્ટ આપવાને બદલે દર મહિને સતત ચૂકવણી કરવામાં આવશે. આનાથી રાષ્ટ્રીય રાજમાર્ગ સાથે જાેડાયેલ પ્રોજેક્ટ્‌સ ઝડપથી અને સમય કરતા વહેલા પૂરા થઈ શકશે.