દિલ્હી-

દેશના લોકો માટે આનંદના સમાચાર છે. નૈરૂત્યનું ચોમાસુ સોમવારે કેરળમાં બેસી જશે. ભારતમાં હવામાન વિભાગે આજે આ સતાવાર જાહેરાત કરી છે. સામાન્ય રીતે તા.1 જૂન ચોમાસુ દક્ષિણના આ રાજયમાં પ્રવેશ કરે છે પરંતુ 'યાશ' વાવાઝોડાએ ચોમાસાને પણ ગતિ આપી છે અને તેથી તેના નિયંત્રીત સમય કરતા 24 કલાક વહેલું પ્રવેશી જશે. ચોખ્ખું હાલ માલદીવ- એરીયાથી દક્ષિણ પશ્ચિમઅને તેને જોડતા બંગાળના અધ્યક્ષ ભણી આગળ વધ્યું છે અને 31 મેના રોજ કેરાળામાં પ્રવેશી જશે. હવામાનખાતુ તા.31ના રોજ ચોમાસાના એડવાન્સ સ્ટેજની માહિતી આપશે. બીજી તરફ ગુજરાતમાં પણ પ્રી-મોન્સુન એકટીવીટી જોર પકડશે અને આગામી દિવદસોમાં તાપમાન ઘટશે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી 48 કલાકમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છૂટો છવાયો વરસાદ થઈ શકે છે.નૈરૂત્યનું ચોમાસુ કેરાળાથી આગળ વધીને દક્ષિણ ભારતને પાર કરતા તા.10 જૂન આસામ, મહારાષ્ટ્ર અને 15 જૂન મુંબઈ સહીતના ક્ષેત્રોને આવરી લઈને તા.20 જૂને ગુજરાતનતા દ્વારે ટકોરા મારશે. આ વર્ષે ચોમાસુ સંતોષકારક અને વ્યાપક રહેવાનો અંદાજ હવામાનખાતાએ વ્યક્ત કર્યો છે.