વડોદરા

બરાનપુરા વિસ્તારમાં રહેતા સાજેદા બાનુંનું ઘર ૨૦૦૨માં ગોધરાકાંડ દરમ્યાન સળગાવી દેવાયું હતું.૧૩ વર્ષની છોકરીને લઈને સતત બે દિવસ સુધી ભુખ્યા પેટે ઘર માટે ભટકતા રહીને અને પતિની પણ નોકરી છુટી જતા ઘર ચલાવવાની જવાબદારી સાથે પોતાની દીકરીને તબીબ બનાવીને તેના સ્વપ્નને પુરુ કર્યુ.

આ વાત ૨૦૦૨ના ગોધરાકાંડ વખતની છે. રાજ્યમાં હુલ્લડો ફાટી નીકળ્યા હતા. શહેરમાં પણ અશાંતિનું વાતાવરણ સર્જાયું હતુ.વિવિધ વિસ્તારોમાં લોકોના ઘર સળગાવી દેવાના કિસ્સાઓ પણ બન્યા હતા. લોકો માણસાઈને ભુલીને રાક્ષસીરુપ ધારણ કરી લીધુ હતુ, ત્યારની આ ઘટના છે. ા બરાનપુરા વિસ્તારમાં રહેતું નાનકડું શેખ પરીવાર તેમના બે સંતાન સાથે હળીમળીને શાંતીથી જીવન પસાર કરી રહ્યું હતું.૨૦૦૨ના ગોઝારા દિવસોએ તેમનું જીવવું મુશ્કેલ કરી દીધું હતું. તે દિવસોમાં અચાનક એક રાત્રે ૨૦૦ લોકોના ટોળાએ તેમના વિસ્તારમાં આગ લગાવતા તેમજ સામસામે હુલ્લડો મચતા ૩ દિવસ સુધી તમામ લોકો લડ્યા બાદ છેલ્લે તેઓ પરીવારને બચાવવા વિસ્તાર છોડીને ભાગી છુટ્યા હતા.તેમને પાણીગેટ સ્થિત કુરેશી હોલમાં આશરો મળતા તેઓ ૨-૩ દિવસ રહ્યા બાદ તેમને તે જગ્યા સુરક્ષિત ન લાગતા માતા સાજેદા અને ૧૩ વર્ષિય પુત્રી સાયના ત્યાંથી પણ પાછા આવી ગયા હતા. સગા વ્હાલાંઓનો પણ સંપર્ક કરતા તેમને પણ આશરો આપવાની ના પાડી દેતા છેવટે માતા- પુત્રી પોતાના જ ઘરે પરત જવાનું વિચારી લીધુ હતું.ઘરને ચારે બાજુથી સળગાવી દેતા લોકો તેમને રોજ હેરાન કરતા રહ્યા તે છતા પણ સાજેદાબાનુ હિંમત ન હારતા તેઓની સામે લડતા રહ્યા ત્યારબાદ થોડા દિવસ પછી સ્થિતિથાળે પડી જતા તેમજ પતિની નોકરી પણ છુટી જતા સાજીદાબાનું સીલાઈ કામ કરીને પુત્રીને તેના સ્વપન્ન પુરા કરવા માટે ૧૪ વર્ષ સુધી મહેનત કરીને તેને ડોક્ટરનો અભ્યાસ કરવા ૫ વર્ષ મેંગલોર મોંકલ્યા બાદ વધુ અભ્યાસ માટે કેનેડા મોકલી હતી. હાલમાં સાયનાએ પોતાનો અભ્યાસ પુર્ણ કરીને કેનેડાના એલ્બર્ટ ટાઉનમાં ઓર્થોપેડીક ડોક્ટર તરીકેની ફરજ બજાવે છે.

સવારે ઘરકામ કરી અને સાંજે શાકભાજી વેચીને દિકરીને ગ્રેજ્યુએટ બનાવી

શહેરના કિશનવાડી વિસ્તારમાં રહેતા જયશ્રીબેન માછીના પતિનું અવસાન તેમની પુત્રી માત્ર ૮ વર્ષની હતી ત્યારે મુશ્કેલીઓનો પહાડ તેમના પર તુટી પડ્યો હતો. દિકરીને ઉછેરવી તેમજ ઘર કેવી રીતે ચલાવવું તેમના માટે બહુ મોટો પ્રશ્ન બની ગયો હતો. તે છતાં તેમને હિંમત હાર્યા વિના ગધેડા માર્કેટમાં શાક વેચીને તેમજ સવારે લોકોનું ઘર કામ કરીને ઘર ચલાવવાની સાથે દિકરીને એમ.એસ.યુનિવર્સીટીમાં ઉચ્ચ અભ્યાસ પુર્ણ કરાવ્યો હતો.તેમની દિકરી ઉર્મીલા હાલમાં બેંકમાં કેશીયર તરીકેની ફરજ બજાવીને તેમની માતાને પણ મદદરુપ બની છે.