દિલ્હી-

Motorola Edge S  સ્માર્ટફોન 26 જાન્યુઆરીએ ચીનમાં લોન્ચ થશે. મોટોરોલાએ ચાઇનીઝ માઇક્રો બ્લોગિંગ સાઇટ વીબો દ્વારા લોંચની પુષ્ટિ કરી છે, આ સિવાય કંપનીએ પણ જણાવ્યું છે કે આ ફોન ક્યા ચિપસેટથી સજ્જ હશે. મોટોરોલા એજ એસ ફોન નવા ક્વાલકોમ સ્નેપડ્રેગન 870 પ્રોસેસરથી સજ્જ હશે, જે7nm processor architecture અને 3.2GHz ક્લોક સ્પિડ પર બનાવવામાં આવ્યું છે. આ નવો હેન્ડસેટ મોટોરોલાનો પહેલો સ્માર્ટફોન હશે, જે નવા સ્નેપડ્રેગન 800 સિરીઝ ચિપસેટથી સજ્જ હશે. તાજેતરમાં જાહેર થયેલી લિકમાં, તે મોટોરોલા એજ એસનું કોડનામ 'નીઓ' હોવાનું બહાર આવ્યું છે.

કંપનીએ ચીની માઇક્રો-બ્લોગિંગ વેબસાઇટ વીબો દ્વારા પુષ્ટિ આપી છે કે Motorola Edge S  સ્માર્ટફોન 26 જાન્યુઆરીએ લોન્ચ થશે. લોન્ચિંગ ઇવેન્ટનું સ્થાનિક સમય પ્રમાણે સાંજે 7.30 વાગ્યે (ભારતીય સમય પ્રમાણે સાંજે 5 વાગ્યે) લાઇવ થશે. જોકે, લોન્ચિંગ ઇવેન્ટમાં કંપની દ્વારા શેર કરાયેલા પોસ્ટરમાં સ્માર્ટફોનની ડિઝાઇન જાહેર કરવામાં આવી નથી.

મોટોરોલાએ પુષ્ટિ આપી છે કે મોટોરોલા એજ એસ સ્માર્ટફોન ક્યુઅલકોમ સ્નેપડ્રેગન 870 પ્રોસેસરથી સજ્જ હશે, જે મોટોરોલાનો પહેલો સ્માર્ટફોન હશે જે નવા સ્નેપડ્રેગન 800 સિરીઝ ચિપસેટથી સજ્જ હશે. હાલમાં, આ ફોન ચીનની બહાર લોન્ચ થશે કે નહીં તે અંગે કોઈ સ્પષ્ટતા જારી કરવામાં આવી નથી.