વડોદરા,તા.૨૦ 

વડોદરા મહાનગર પાલિકા દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭૦માં જન્મદિવસની ઉજવણી સેવા સપ્તાહ તરીકે કરી હતી. જેમાં શહેરના તમામ વોર્ડમાં વિવિધ મુદ્દાઓને લઈને સ્વચ્છતા અભિયાનની ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું.એની સાથોસાથ જાહેરમાં કચરો ફેંકનાર કે ગંદકી કરનાર વેપારીઓને નોટિસ આપીને તેઓ પાસેથી વહીવટી ચાર્જના નામે દંડની વસુલાત કરવામાં આવી હતી.

જેને લઈને પ્રધાનમંત્રીના જન્મદિવસની ઉજવણીમાં પાલિકાએ એક સપ્તાહમાં સ્વચ્છતાના નામે ગંદકી કરનારાઓ પાસેથી અંદાજે દશ લાખની સ્વચ્છતાના નામે રોકડી કરી લીધી હતી. આજે આના પૂર્ણાહુતિના દિવસે પાલિકાએ બારસો ઉપરાંત વેપારીઓ પાસેથી સવા બે લાખ ઉપરાંતના દંડની વસુલાત કરી હતી.

વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭૦માં જન્મદિવસે “સેવા સપ્તાહ” અંતર્ગત તા.૧૫ થી ૨૦-સપ્ટેમ્બર દરમિયાન વોર્ડ વિસ્તારોમાં સઘન સફાઇ ઝુંબેશ અંગેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં અંતિમ દિવસે સ્વચ્છ નદી, તળાવો, પાર્ક અને ગાર્ડનની સફાઇ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ ઉપરાંત જાહેરમાં ગંદકી કરનાર/કચરો ફેંકનારને કુલ ૧,૨૧૬ નોટીસો આપવામાં આવી તેમજ ગંદકી કરનાર/કચરો ફેંકનાર પાસેથી કુલ રૂ. ૨,૨૫,૩૦૦/-નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે. રવિવારે શહેરના પૂર્વ ઝોનના વોર્ડ નં ૧,૨ અને ૯માં મોટનાથ તળાવ, સિંધુસાગર તળાવ, ખોડિયારનગર તળાવ, સરસીયા તળાવ, કમલાનગર તળાવ, નાની બાપોદ તળાવ, સયાજીપુરા તળાવ, જ્યુબેલીબાગ, અક્ષરધામવાળો બગીચો, વારસીયા નવો બગીચો, વાઘેશ્વરી બગીચો, કમલાનગર તળાવ ગાર્ડન, સયાજીપુરા ગાર્ડન, તુલસીવાડી તળાવ તથા દક્ષિણ ઝોનમાં વોર્ડ નં ૩,૪ અને ૧૨ માં ભાથુજી તળાવ, દંતેશ્વર તળાવ, મસીયા તળાવ, કપુરાઇ તળાવ, વડસરગામ તળાવ, જીજીમાતા તળાવ, શાસ્ત્રીબાગ, રેવાપાર્ક, પ્રભાત બગીચા, વિશ્વકર્મા ઉદ્યાન, કંચન ભગત ઉદ્યાન, લક્ષ્મીનારાયણ બગીચો, શાંતીકુંજ ઉદ્યાન, પાલીકા ઉદ્યાન, વિજયનગર બગીચો, કોતર તલાવડી બગીચો, મકરપુરા બગીચો તથા ઉત્તર ઝોનમાં વોર્ડ નં ૫,૭ અને ૮ માં સુરસાગર તળાવ, સિધ્ધનાથ તળાવ, છાણી તળાવ, સયાજીબાગ, અરવિંદબાગ, નટરાજ સોસાયટી ગાર્ડન, નવીધરતી ગાર્ડન, દિપીકા ગાર્ડન, કમલાનગર તળાવ, સમા તળાવ, હરણી તળાવ, નેતાજી સુભાષ ચંદ્ર બોઝ બગીચો. તેમજ પશ્ચિમ ઝોનમાં વોર્ડ નં ૬,૧૦ અને ૧૧ માં અટલાદરા ગામ તળાવ, જોધુપુરા તળાવ, વાસણા તળાવ, ગોત્રી તળાવ, અકોટા ગામ ગાર્ડન, અવિચલ ગાર્ડન, અટલ ઉદ્યાન, માઘવનગર ગાર્ડન, નટુભાઇ સર્કલની સામેનુ ગાર્ડન, સમતા ગાર્ડન, મહીસાગર માતા તળાવ, દશામાં માતા મંદિર તળાવ,ગોરવા તળાવ, છાણી તળાવ, તરસાલી તળાવ–વિજયનગર સહીત આસપાસના વિસ્તારોની સઘન સફાઇ કરી જંતુનાશક પાવડરના છંટકાવની કામગીરી કરવામાં આવી હતી. તેમજ જાહેરમાં ગંદકી કરનાર કે કચરો ફેંકનારને કુલ ૧,૨૧૬ નોટીસો આપીને તેઓ પાસેથી કુલ રૂ. ૨,૨૫,૩૦૦/-નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે.