રાજકોટ-

રાજકોટમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. રાજકોટના ઉપલાકાંઠા વિસ્તારમાં આવેલા થોરાળામાં હત્યાનો બનાવ બન્યો હતો. બે વ્યક્તિઓ બાઈકમાં અચાનક ઘસી આવ્યા હતા અને વિસ્તારમાં જ બેઠેલા 30 વર્ષીય યુવક વિજય મેર નામના યુવાનને ઢોરમાર મારવા લાગ્યા હતા. ત્યારબાદ છરીના ઘા મારીને તેની હત્યા કરવામાં આવી હતી. આ સમગ્ર ઘટના CCTVમાં કૅમેરા કેદ થાઇ છે. જેને લઇને પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. શહેરના ઉપલાકાંઠા આવેલા થોરાળા વિસ્તારમાં કનકનગર સોસાયટી નજીકનું આ બનાવ છે. જેમાં સવારના સમયે વિજય મેર નામનો યુવાન વિસ્તારમાં બેઠો હતો. તે સમય દરમિયાન અચાનક બે ઈસમો બાઈક ઉપર હથિયાર સાથે આવી પહોંચ્યા હતા. તેમજ વિજય નામના યુવાન પર હુમલો કર્યો હતો. જ્યારે વિજય વળતો પ્રહાર કરે તે પહેલા જ ઈસમોએ ધરી વડે તેના ઉપર હુમલો કરીને તેની હત્યા કરી હતી. રાજકોટના ઉપલાકાંઠા વિસ્તારમાં 2 અજાણ્યા વ્યક્તિઓએ 30 વર્ષીય યુવક વિજય મેરની હત્યા કરી ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર ઘટના CCTV કેદ થઈ હતી. પોલીસે CCTVના આધારે સમગ્ર કેસની તપાસ શરૂ કરી હતી.