વડોદરા : પતિ સાથે અણબનાવ થતાં પતિ તેમજ ચાર સંતાનોને ત્યજીને ન્યુવીઆઈપીરોડ પર ખોડિયારનગર પાસે પ્રેમી સાથે પંદર વર્ષથી રહેતી ૪૫ વર્ષીય મહિલા ગત બપોરે ઘરેથી ભેદી સંજાેગોમાં ગુમ થયા બાદ આજે સવારે તેની લાશ ખોડિયારનગર તળાવ પાસેથી મળી આવી હતી. પ્રાથમિક તપાસમાં તેના મોંઢાના ભાગે ઈજા પહોંચાડીને હત્યા કરાઈ હોવાની વિગતો સપાટી પર આવતા પોલીસે અજાણ્યા હત્યારા સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

મુળ પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકા સ્થિત ઘુસરગામમાં રહેતા રમેશભાઈ વાડીલાલ ખાંટનું તેની જ જ્ઞાતીની કોકીલા સાથે લગ્ન થયું હતું અને દામ્પત્યજીવન દરમિયાન કોકીલાએ ત્રણ પુત્રી અને એક પુત્રને જન્મ આપ્યો હતો. જાેકે કોકીલાને પતિ સાથે અણબનાવ હોઈ તેણે પંદર વર્ષ અગાઉ પતિ અને ચારેય સંતાનોને ત્યજી દીધા હતા અને તે તેના પ્રેમી વજેસીંગ ડાભી સાથે વડોદરામાં ન્યુવીઆઈપીરોડ પર જય સંતોષીનગરમાં ખોડા ભરવાડના ભાડાના મકાનમાં રહેતી હતી. ગઈ કાલે બપોરે ત્રણેક વાગ્યાના અરસામાં ૪૫ વર્ષીય કોકીલા કામઅર્થે જવાનું કહીને ઘરેથી નીકળ્યા બાદ ભેદી સંજાેગોમાં ગુમ થઈ હતી અને આજે સવારે તેના ઘર નજીક આવેલા ખોડિયારનગર તળાવના બગીચા પાસેના રોડની બાજુમાં તેની લાશ મળી આવી હતી. કોકીલાની સૈાથી મોટી પુત્રી ૨૩ વર્ષીય લક્ષ્મી પાદરિયા જે વારસિયા ભુંડવાડામાં તેની સાસરીમાં રહે છે તેને આજે સવારે કોકીલાના ઘર પાસે રહેતા વિનુભાઈએ જાણ કરી હતી તારી માતાની લાશ ખોડિયારનગર પાસે પડી છે જેહ ું જાેઈને આવ્યો છું. આ વિગતોના પગલે લક્ષ્મી દાદી અને સંબંધીઓ સાથે ત્યાં દોડી ગઈ હતી અને તેણે માતાની લાશ ઓળખી બતાવી હતી. જાેકે કોકીલાના જમણા કાનથી ગાલ સુધીની ચામડી કપાયેલી અને ગળા પર લટકતી હોઈ તેની હત્યા કરીને લાશ ફેંકી દેવાઈ હોવાની જાણ થતાં આ બનાવની હરણી પોલીસને જાણ કરાઈ હતી. પ્રાથમિક તપાસમાં કોકીલાની હત્યા કરાઈ હોવાની વિગતો મળતા પોલીસે કોકીલાના લાશને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપી હતી અને લક્ષ્મીની ફરિયાદના પગલે અજાણ્યા હત્યારાઓ વિરુધ્ધ ગુનો નોંધ્યો હતો.

મળતી વિગતો મુજબ આ બનાવમાં પોલીસને હત્યારાના સગડ મળ્યા હોઈ ટુંક સમયમાં આ ગુનાનો ભેદ ઉકેલાશે તેમ સુત્રોએ જણાવ્યું હતું.