સુરત : પાંડેસરા હીરાનગરમાં ભાડના મકાનમાં રહેતા સિક્યુરિટી ગાર્ડના અગિયાર વર્ષનો માસુમ પુત્ર ગઈકાલે સવારે ઘરેથી સોસાયટીમાં રમવા જવાનું કહીને નિકળ્યા બાદ રાત્રે અગાઉ ભાડેથી રહેતા સોસાયટીની બાજુમાં આવેલ જીવનદીપ સોસાયટીના મકાનના બાજુના મકાનમાંથી ગળુ દબાવી હત્યા કરાયેલી લાશ મળી આવી છે.  

પોલીસે કિશોરની લાશને પી.એમ. માટે હોસ્પિટલમાં મોકલી આપી મકાનમાં રહેતા ૧૯ વર્ષના યુવકને અટકમાં લઈ હાથ ધરેલી પુછપરછમાં મૃતક કિશોરે તેના મોબાઈલમાં પબ્જી ગેમ ડાઉન લોડ કરી હોવાથી ઉશ્કેરાઈને તેની ગળુ દબાવી હત્યા કરી હોવાની કબુલાત કરી હતી. પાંડેસરા ગુ.હા,બોર્ડ હીરાનગરમાં ગજરાજસીંગના મકાનમાં રહેતા મૂળ ઝારખંડના પલામુ જીલ્લાના ચૈનપુરના વતની સંતોષ તિવારી (ઉ.વ.૩૫) પિયુષ પોઈન્ટ પાસે આવેલ આર.એન. સિક્યુરીટીમાં નોકરી કરી પરિવારમાં પત્ની રીંકીબેન (ઉ,.વ.૩૪), સંતાનમાં ૧૧ વર્ષનો પુત્ર આકાશકુમાર અને ૯ વર્ષની પુત્રી પાયલનું ગુજરાન ચલાવે છે.

 સંતોષભાઈના બંને સંતાનો સીતારામ સ્કુલમાં ધોરણ-૪માં અભ્યાસ કરે છે. આકાશ મંગળવારે સવારે અગિયાર વાગ્યે ઘરે સોસાયટીમાં રમવા માટે જવાનુ કહીને નિકળ્યો હતો. જાેકેે બપોરના ત્રણ વાગ્યા સુધી પણ ઘરે નહી આવતા માતા રીંકીબેન દ્વારા સોસાયટીમાં આજુબાજુમાં તપાસ કરી હતી. પરંતુ આકાશની કોઈ ભાળ મળી ન હતી આખરે સાંજે પાંચ વાગ્યે સંતોષભાઈને ફોન કરતા તેઓ ઘરે દોડી આવ્યા હતા.સોસાયટીના આજુબાજુના વિસ્તારમાં તેમજ સગા સંબંધીઓના ત્યાં પુછપરછ કરી હતી પરંતુ આકાશની કોઈ ભાળ ન મળતા રાત્રે સાડા નવ વાગ્યે પોલીસને જાણ કરતા પોલીસે સંતોષભાઈની ફરિયાદ લઈ આકાશના અપહરણ અંગેનો ગુનો દાખલ કર્યો હતો. પોલીસ ઇન્સ્પેક્ટર પી.ચૌધરીએ બનાવની ગંભીરતાથી લઈને આકાશની શોધખોળ શરુ કરી દીધી હતી.દરમિયાન આકાશની લાશ તેઓ ત્રણ મહિના પહેલા હીરાનગરની બાજુમાં આવેલ જીવનદીપ સોસાયટીમાં રહેતા હતા તેના બાજુના મકાનના માલીકે સંતોષભાઈને ફોન કરી આકાશની લાશ રૂમમાં પડી હોવાની જાણ કરતા સાંભળીને પરિવારના પગતળે જમીન ખસી ગઈ હતી.