હાલોલ : હાલોલ રૂરલ પોલિસ ને જાણ થઈ હતી કે માંડવી ગામ ની સિમ માં રોડ પર આવેલ એક ખેતર માં યુવાન નો મૃતદેહ પડ્યો છે પોલિસે તે જગ્યા પર પોહચી તપાસ કરતા એક લોહીથી લથપથ ઉધો સુતેલી હાલત માં યુવાન નો મૃતદેહ મળી આવ્યો હતો.પોલીસ ની પ્રાથમિક તપાસ માં મૃતક યુવાન પરપ્રાંતિય બાલ ગોવિંદ ગૌતમ ઉ.૨૧ રહે ચંદ્રપુરા હોવાની ઓળખ થઈ હતી ત્યારે સવારે તેનો મૃતદેહ મળી આવતા તેના મોટા ભાઈ રાજેશ ગૌતમ ને બોલાવી મૃતદેહ બતાવતા પોતાનો નાનો ભાઈ હોવાનું જણાવ્યું હતું મૃતક બાલ ગોવિંદ ને માથા માં ઉંડો ઘા સાથે શરીર પર નિશાન મળી આવ્યા છે.પોલિસે તેના મોટા ભાઈ રાજેશ ગૌતમ ની ફરિયાદ લઇ અજાણ્યા હત્યારાઓ વિરુદ્ધ હત્યા નો ગુન્હો નોંધી મૃતદેહ નું પેનલ પી.એમ કરાવી હત્યારાઓ નું પગેરું શોધવા પોલિસે કવાયત હાથ ધરી છે.