અમદાવાદ-

રાજ્ય સરકારે હાઈકોર્ટમાં રજૂ કરેલા જવાબમાં જણાવાયું હતું કે દર્દીઓની અને લોકોની ગુપ્તતાને માન આપવું જાેઈએ. સરકારે કોર્ટમાં બે કારણો રજૂ કરતાં જણાવ્યું હતું કે કોરોના કેસનો વધારો થયો છે ત્યારે જ્યારે નામ જાહેર કરવામાં આવે છે તો ફરિયાદ દાખલ કરવામાં આવે છે અને કોરોના દર્દીઓના નામ જાહેર કરવાથી વ્યક્તિ પ્રત્યે અણગમો વધતો હોવાની પણ રજૂઆત કરવામાં આવી છે.

અરજદારે હાઇકોર્ટમાં દાખલ કરેલી જાહેરહિતની અરજીમાં રજૂઆત કરી હતી કે સરકાર દ્વારા કોરોના દર્દીઓના નામ જાહેર ન કરતાં કોણ કોના સંપર્કમાં આવ્યું છે એ જાણી શકાતું નથી. અરજદારે માગ કરી છે કે કોરોના પોઝિટિવ દર્દીઓના નામ ફરીવાર જારી કરવામાં આવે. નોંધનીય છે કે સત્તાધીશો દ્વારા અગાઉ કોરોના દર્દીઓના નામની જાહેરાત કરવામાં આવી હતી પરંતુ બંધ કરી દેવાયું છે.કોરોના દર્દીઓના ગુપ્તતાને લીધે નામ જાહેર કરી શકાય નહીં પરંતુ વિસ્તારના નામ જાહેર કરો હાઈકોર્ટહાઈકોર્ટે વ્યક્તિની ગુપ્તતાને આધાર રાખતા નામ જાહેર ન કરવાનો નિર્દેશ કર્યો છે.