દિલ્હી-

ફેબ્રુઆરી મહિનાના અંતિમ દિવસોમાં એક સેટેલાઈટ લોન્ચ કરવામાં આવશે જે પોતાની સાથે ભગવદ ગીતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફોટો અને તેમનું નામ લઈને અંતરિક્ષમાં જશે. આ નેનો સેટેલાઈટનું નામ ભારતના અંતરિક્ષ કાર્યક્રમને આકાર આપનારા મહાન વ્યક્તિત્વ સતીશ ધવનના નામ પરથી છે.

ખાનગી ક્ષેત્રનું આ પહેલું ઉપગ્રહ હશે જે બીજા અંતરિક્ષ મિશનની માફક ભગવદ ગીતા, વડાપ્રધાન મોદીનો ફોટો અને અન્ય 25000 લોકોના નામોને લઈને અંતરિક્ષમાં જશે. આ નેનો સેટેલાઈટને પોલર સેટેલાઈટ લોન્ચ વ્હીકલ દ્વારા પ્રક્ષેપિત કરવામાં આવશે. સ્પેસકિડ્‌સ ઈન્ડિયા તરફથી આ નેનો સેટેલાઈટને વિકસિત કરવામાં આવી રહ્યું છે. આ એક એવી સંસ્થા છે જે વિદ્યાર્થીઓ વચ્ચે અંતરિક્ષ વિજ્ઞાનને પ્રોત્સાહન આપે છે અને તેને મહાન વૈજ્ઞાનિક સતીશ ધવન દ્વારા બનાવવામાં આવી હતી. આ સેટેલાઈટ અન્ય ૩ પેલોડ્‌સને પણ પોતાના સાથે લઈ જશે.

આ ૩ પેલોડ્‌સ પૈકીનું એક અંતરિક્ષ વિકિરણ, મેગ્નેટોસ્ફીયરનું અધ્યયન અને એક ઓછી વીજ પહોળાઈના ક્ષેત્રમાં સંચાર નેટવર્કનું પ્રદર્શન કરશે. સ્પેસકિડ્‌સ ઈન્ડિયાના સંસ્થાપક અને સીઈઓ ડૉ. કેસનના કહેવા પ્રમાણે આ અંતરિક્ષમાં તૈનાત થનારૂં તેમનું પહેલું સેટેલાઈટ હશે જેને લઈ તેઓ ખૂબ જ ઉત્સાહિત છે.

અંતરિક્ષમાં જે 25000 લોકોના નામ મોકલવામાં આવશે તેમાં 1000 નામ ભારતની બહારના લોકોના પણ છે અને જે લોકોના નામ મોકલવામાં આવશે તેમને બોર્ડિંગ પાસ આપવામાં આવશે.