વાઘોડિયા, તા.૨૮    

 વાઘોડિયાના તવરા ગામની સિમમાંથી પસાર થતી નર્મદા માઈનોર કેનાલમા ગાબડુ પડ્યુ છે.જેનાથી ખેતરોમા પાણી ભરાતા ખેડૂતોને હાંલાકી ભોગવવાનો વખત આવ્યો છે.

વાઘોડિયાના મોહસીન પઠાણનુ તવરાગામની સિમમા વેજલપુર જવાના રોડ પાસે ખેતર આવેલુ છે. આ ખેતરમા ડાંગર રોપવા અને તુવેર કરવા માટે ખેડીને ખેતર તૈયાર કરી વાવણીની તૈયારી કરવાના હતાં. તેવામા તેમના ખેતર પાસેથી પસાર થતી નર્મદા માઈનોર કેનાલમા આઠ ફૂટનું ગાબડંુ સર્જાતા માટી ઘોવાઈ ભૂવો પડ્યો હતો. પરિણામે કેનાલના પાણી વાવણીમાટે તૈયાર કરાયેલા ખેતરો મા ફરી વડતા ખેતરોપાણીથી છલકાઈ રહ્યા છે. પોતાના બંન્ને ખેતરમા આશરે ૮ વિઘામાં પાણી ફરી વડતા પાણીનો નિકાલ બીજે કંઈ કરી નહિ શકવાના કારણે વાવણી કરવી શક્ય નથી. ખેડૂતે ખેતીમાટે ટ્રેક્ટરનો ખર્ચો કરી જમીન ખેડાવી હતી.ખેડૂતની મહેનત પાણીમા જવાથી ખેડૂતો ને આર્થીક ફટકો ભોગવવાનો વખત આવ્યો છે. પાણી અત્યારે નિકાલની વ્યવસ્થા ના હોવાના કારણે પાણી સુકાય નહિ ત્યાં સુઘી વાટ જોવી પડે તેમ છે. પહેલા પણ આ પ્રકારની ઘટના આ ખેડૂત વેઠિ ચુક્યા છે. સિંચાઈ વિભાગના અઘિકારીઓ આવી કામચલાઊ માટી પુરાણ કરી કામ પતાવી જતા રહે છે . જેથી ગુણવત્તા સભર કામ નહિ થતાં ભ્રષ્ટાચારના ગાબડા પડવાનુ શરુ થતા અંતે ભોગવવુ ખેડૂતને પડે છે.અઘિકારીઓને વારંવાર રજુઆત કરવા છતા આમારુ કોઈ સાંભડતુ નથી તેવુ ખેડૂત જણાવી રહ્યા છે. એક તરફ કોરોના મહામારીમા જેમતેમ કરી ખેડૂતો પોતાના ખેતર તૈયાર કરી વાવણીની માટે ગમે તે ભોગે ખર્ચો કરી પાછળથી સિચાઈ વિભાગની બેદરકારીને કારણે ખેડૂત ને ભોગવવાનો વારો આવે છે. નર્મદા માઈનોર કેનાલમા આઠફૂટનુ ગાબડુ સર્જાતા ખેડૂત કેમ કરીને ખેતી કરી પોતે અને પરિવાર નુ ભરણપોષણ કરશેતેવી દુવિધા સતાવી રહી છે.