નર્મદા-

દુનિયાની સૌથી ઊંચી પ્રતિમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક પ્રવાસી માટે જંગલ સફારી પાર્ક બનાવવામાં આવ્યું છે. જે 18 ફેબ્રુઆરીના રોજ પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકવામાં આવ્યું હતું પરંતુ કોરોનાના કારણે 6 મહિનાથી આ પાર્ક બંધ કરવામાં આવ્યું હતું પરંતુ હવે કોરોના કાળના નવા નીતિ નિયમો સાથે 1 ઓક્ટોબરથી પૂનઃ શરૂ કરવામાં આવશે. આ જંગલ સફારી 375 એકરમાં ફેલાયેલું છે. જેમાં 62 જાતનાં કુલ 1000 પ્રાણી પક્ષીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, આ પાર્ક 1 ઓકટોબરથી પ્રવાસીઓ માટે શરૂ કરવામાં આવશે અને માત્ર ઓનલાઈન બુકીંગ કરાવનારાને જ પ્રવેશ આપવામાં આવશે અને 1 કલાકમાં 50 જ પ્રવાસીઓને પ્રવેશ આપવામાં આવશે. હવે લગભગ 6 મહિના બાદ એક ઓકટોબરથી સફારી પ્રવાસીઓ માટે ખુલ્લો મુકવામાં આવશે આ સફારી પાર્કમાં વાઘ સિંહ,ગેંડો, જીરાફ, ઝીબ્રા દેશી વિદેશી પક્ષીઓને જોવાનો લાભ લઇ શકશે.એક ઓકટોબરથી શરૂ થનારા સફારી પાર્કમાં આવનારા પ્રવાસીઓએ માસ્ક પહેરવું ફરજિયાત રહેશે અને દરેકનું ટેમ્પરેચર ચેક કર્યા બાદ જ પ્રવેશ આપવામાં આવશે. અને સમય સવારના 10 થી સાંજના 5 સુધીનો રહેશે. હાલમાં ઓનલાઇન ટિકીટ બુકિંગ કરીને આવતા પ્રવાસીઓ પ્રવેશ મળવી શકશે. ત્યાર બાદ સ્થિતિ જોયા બાદ ઓફલાઈન પણ શરૂ કરાશે.