વડોદરા : નર્મદા વિકાસ રાજ્યમંત્રી યોગેશ પટેલે વડોદરા જિલ્લાના વરણામા ખાતે ત્રિ મંદિરમાં આયોજિત ખેડૂત સભામાં રાજ્ય સરકારના સાત પગલાં ખેડૂત કલ્યાણના હેઠળના આત્મ ર્નિભર પેકેજ અંતર્ગત પાક સંગ્રહ માટે જરૂરી સુવિધાના નિર્માણ ના હેતુસર સહાય ની યોજનાના ૫ અને પાકના પરિવહન માટે માલ વાહક વાહન માટે ધિરાણ સહાયની યોજનાના ૬ લાભાર્થીને સહાય પાત્રતા પત્રો એનાયત કર્યા હતા. તેમણે વડોદરા જિલ્લામાં આર્ત્મનિભર પેકેજ હેઠળ રાજ્ય સરકારના કૃષિ વિભાગની પાક સંગ્રહ સ્ટ્રકચર અને માલ વાહક વાહન સહાય યોજનાઓનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રકારનો કાર્યક્રમ સાવલી ખાતે સાંસદ રંજનબહેન અને ધારાસભ્ય કેતન બ્રહ્મભટ્ટની ઉપસ્થિતિમાં યોજાયો હતો.  

રાજ્ય સરકાર ખેડૂતોની પડખે છે અને હવે રાજ્યનો ખેડૂત કોઈનો ઓશિયાળો નહિ રહે એવી લાગણી વ્યક્ત કરતા મંત્રી યોેગેશભાઈ પટેલે જણાવ્યું કે, હવે આત્મ ર્નિભર ખેડૂત રાજ્યના વિકાસમાં અદકેરું