દિલ્હી-

ભારત અને ફ્રાંસની નૌસેનાઓ રવિવારથી અરબ સાગરમાં ત્રણ દિવસીય યુદ્ધાભ્યાસની શરૂઆત કરશે અને આ દરમિયાન એડવાન્સ એર ડિફેન્સ એન્ડ એન્ટી સબમરીન જેવા જટિલ નૌસૈન્ય અભિયાન ચલાવવામાં આવશે. અધિકારીઓએ જણાવ્યું કે, વરૂણ અભ્યાસના ૧૯મા સંસ્કરણમાં બંને નૌસેનાઓ વચ્ચે સમન્વય અને મળીને અભિયાન ચલાવવાના સ્તરનું પ્રદર્શન થશે.

તેમણે જણાવ્યું કે, ભારતીય નૌસેના નિર્દેશિત મિસાઈલ પેનિટ્રેટિંગ ડિસ્ટ્રોયર કોલકાતા નિર્દેશિત મિસાઈલ ફ્રિગેટ તરકશ અને તલવાર, ફ્લીટ આસિસ્ટન્ટ જહાજ દીપક, કલવરી શ્રેણીની એક સબમરીન અને લાંબા અંતરના પી-૮ આઈ સમુદ્રી પેટ્રોલિંગ વિમાનની ટુકડી તૈનાત કરશે.રાફેલ એમ લડાકુ વિમાનની સાથે વિમાન વાહક ચાર્લ્સ ડી ગાઉલે, ઈ૨સી હોકેયે વિમાન અને હેલિકોપ્ટર કાએમૈન એમ અને દાઉફિન ફ્રાંસીસી નૌસેનાનું પ્રતિનિધિત્વ કરશે. ફ્રાંસીસી નૌસેના એર ડિફેન્સ ડિસ્ટ્રોયર શેવેલિયર પોલ, ફ્રિગેટ પ્રોવેંસ અને જહાજ વારને પણ તૈનાત કરશે. પશ્ચિમી ટુકડીના ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ રિયર એડમિરલ અજય કોચર ભારતીય પક્ષ અને કમાન્ડર ટાસ્ક ફોર્સ ૪૭૩ રિયર એડમિરલ માર્ક ઔસેદાત ફ્રાંસીસી પક્ષનું નેતૃત્વ કરશે.