ભરૂચ :દક્ષિત આફ્રિકામાં મૂળ ભારતીયો પર અનેકવાર લૂંટ ચલાવવાના ઇરાદે હુમલાઓ થવાની ઘટનાઓ બને છે. જેમાં મૂળ ભરૂચ જિલ્લાના એક યુવાન પર વેન્ડો શહેરમાંબે નીગ્રો યુવાનોએ ફાયરીંગ કરી લૂ઼ટ ચલાવવાનો કિસ્સો બહાર આવ્યો છે. 

ભરૂચના વોરા સમની ગામનો અકરમ શેઠ નામનો યુવાન દક્ષિણ આફ્રીકાના વેન્ડા શહેરમાં રહે છે. જ્યાં તે શોપીંગ કરવા માટે નીકળ્યો હતો. દરમ્યાન એક કારમાં ત્રણ નીગ્રો યુવાનોએ તેનો પીછો કર્યો હતો. અકરમ શેઠે શોપીંગ માટે કાર ઉભી રાખતા જ કાળી કારમાં પાછળ આવેલ ત્રણમાંથી બે નીગ્રો યુવાનોએ દોડી આવી અકરમ શેઠ પર ફાયરીંગ કરી લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. ઘટનાના સીસીટીવી ફૂટેજ વાયરલ થતાં ભરૂચમાં રહેતા અકરમ શેઠના પરિવારજનો ચિંતાતુર બન્યા છે.ઉલ્લેખનીય છે કે અગાઉ પણ મૂળ ભારતના અને તેમાં પણ ગુજરાતના ભરૂચ જિલ્લાના યુવાનો દક્ષિત આફ્રિકાના નીગ્રો લોકોના હુમલાનો ભોગ બન્યા છે. ઘણા યુવાનો મોતને ઘાટ પણ ઉતારી નંખાયા છે. ભરૂચના લોકોએ આ અંગે સરકારને રજૂઆતો પણ કરી હતી.