અમદાવાદ-

ઉત્તર ભારતમાં ફરી એક વખત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે. જેની અસરથી જમ્મુ કાશ્મીરના અમુક ભાગોમાં હળવો વરસાદ પડી શકે છે. જયારે મધ્ય પ્રદેશમાં હળવો વરસાદ ચાલુ રહેશે. હાલમાં ગુજરાત, પંજાબ, હરીયાણા, ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડ, રાજસ્થાનમાં ઠંડીની અસર જોવા મળશે. તેમ વેધરની ખાનગી સંસ્થા સ્કાયમેટ દ્વારા જણાવાયું છે. ઉત્તર ભારતના ભાગોમાં હાલમાં કોઈ સક્રીય સિસ્ટમ્સ નથી. જમ્મુ- કાશ્મીર નજીક અનેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પહોચ્યું છે. પરંતુ આ સિસ્ટમ્સ મજબૂત નથી. જેથી હળવો વરસાદ પડી શકે છે. 

હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વાતાવરણ ચોખ્ખુ રહેશે. મેદાની વિસ્તારો જેમ કે પંજાબ, હરીયાણા, દિલ્હી એનસીઆર, ઉત્તર પ્રદેશમાં પણ વાતાવરણ ચોખ્ખુ રહેશે. મધ્ય ભારતમાં અમુક જગ્યાએ વરસાદ પડી રહ્યો છે. મધ્યપ્રદેશ, છતિસગઢમાં વરસાદ જોવા મળી રહ્યો છે. સાથોસાથ ગુજરાત ઉપર છવાયેલ સરકયુલેશનના લીધે અરબી સમુદ્ર ઉપરથી હવાઓના કારણે દક્ષિણ પૂર્વ- ઉત્તર પ્રદેશ અને બિહાર, ઝારખંડમાં આજે વાદળો જોવા મળી શકે છે. તાજેતરમાં ઉત્તર ભારતમાં હીમવર્ષા થયેલ. જેના ઠંડા પવનની અસરથી પંજાબ, હરિયાણા, દિલ્હી અનેસીઆર પશ્ચિમ ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડ, રાજસ્થાન, ગુજરાતમાં ચાર- પાંચ દિવસ ઠંડીની અસર જોવા મળશે. ઉત્તર- પશ્ચિમના પવન ફૂંકાશે.