દિલ્હી-

આતંકી સંગઠન ઈસ્લામિક સ્ટેટના સભ્ય ભારતમાં કોરોના જેહાદ, લોન વોલ્ફ એટેક, ઇજીજીના નેતાઓની હત્યા કરીને કોમી હિંસા ભડકાવવી અને એનેસ્થેસિયાનું ઈન્જેક્શન આપને મોટી હસ્તીઓની હત્યાનું ષડયંત્ર રચી રહ્યા હતા. NIA ઈસ્લામિક સ્ટેટના પાંચ આતંકીઓ સામે દાખલ કરેલી ચાર્જશીટમાં આ આરોપ લગાવ્યો છે. ચાર્જશીટ પ્રમાણે પાંચેય આતંકીઓ નાગરિકતા સંશોધન કાનૂનની સામે થઈ રહેલ વિરોધ પ્રદર્શનનો ઉપયોગ મુસ્લિમોને ભડકાવવા માટે કર્યો હતો.

NIAએ આ વર્ષે સપ્ટેમ્બરમાં દાખલ કરેલ ચાર્જશીટમાં કહ્યું છે કે, તપાસમાં સ્થાપિત થયું છે કે, આરોપી સાદિયા અને એક ડોક્ટર ઈશફાક વચ્ચે કોરોના જેહાદને લઈ વાતચીત થઈ ગતી. બંનેએ મહામારીનો ઉપયોગ કરી દેશને બરબાદ કરવા માટે ચર્ચા કરી હતી. જે તેઓની દેશવિરોધી માનસિકતા દેખાડે છે. ચાર્જશીટમાં કાશ્મીરી કપલ જહાંજેબ સામી અને હિના બશીર બેગ, હૈદરાબાદ નિવાસી અબ્દુલ્લા બાસિત, પુણે નિવાસી સાદિયા અનવર શેખ અને નબીલ સિદ્દીક ખત્રીને આરોપી બનાવવામાં આવ્યા છે.

NIA કહ્યું કે, આરોપી ભારતની સામે જંગ છેડવા, હથિયારો ખરીદવા માટે ફંડ એકત્ર કરવા, IED તૈયાર કરવા માટે વિસ્ફોટક સામગ્રી એકઠી કરવી અને આતંકી સંગઠનની વિચારધારાને પ્રોત્સાહન આપવા માટે ગેરકાનૂની ગતિવિધિઓને અંજામ આપવાનું ષડયંત્ર રચી રહ્યા હતા.