દિલ્હી-

કેન્દ્રીય તપાસ એજન્સી (એનઆઈએ)ની વિશેષ અદાલત દ્વારા આતંકી સંગઠન આઈએસઆઈએસ સાથે જાેડાયેલ આતંકી સુબ્હાની હાજા મોઈદીનને ભારત અને ઈરાની સરકારના વિરોધ યુદ્ધ છેડવા અને આતંકી ગતિવિધિઓમાં શામેલ થવાનો આરોપી માનીને તેને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે. કોર્ટે તેના પર 2,10,000 રૂપિયાનો દંડ પણ લગાવ્યો છે. એનઆઈએ 2016માં તમિલનાડુમાં આતંકી સુબ્હાનીની ધરપકડ કરવામાં આવી હતી.

કેન્દ્રીય તપાસ એજન્સીની વિશેષ અદાલતે શુક્રવારે ભારતીય દંડ સંહિતાની કલમ ૧૨૦બી તથા ૧૨૫ અને ગેરકાયદે ગતિવિધિઓ (નિવારણ) અધિનિયમની કલમ 20, 38 તથા 39 હેઠળ દોષી ગણાવ્યો છે. રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ) દ્વારા દાખલ આરોપ પત્રમાં કહેવામાં આવ્યુ છે કે ઈડુક્કી જિલ્લાનો નિવાસી મોઈદીન એપ્રિલ 201૫માં બધુ જાણતો હોવા છતાં પણ આઈએસઆઈએસનો સભ્ય બની ગયો હતો.