અમદાવાદ

રાજ્યમાં કોરોના પરિસ્થિતિ વિકટ બની છે કોરોના નો આંક થોડા કેટલાક દિવસથી ૬૦૦ને પાર થઈ રહ્યો છે  ત્યારે સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા એક હજારને પાર થઈ ગઈ છે. હાલમાં સિવિલ હોસ્પિટલમાંમા ૧ હજાર ૮ દર્દીઓ સારવાર હેઠળ છે. સિવિલ સિવાય  યુ.ન મહેતા, કિડની હોસ્પિટલ, અને કેન્સર સહિત ૧૨૦૦ બેડની હોસ્પિટલમાં અત્યારે દર્દીઓ દાખલ છે. તો બીજી કિડની હોસ્પિટલ જે મંજુશ્રી મિલમાં આવેલી છે તે પણ આગામી સમયમાં શરૂ કરવા આવશે સિવિલ હોસ્પિટલમાં અત્યારે હાલ ૧૧ બાળકો કોરોના ની ઝપેતમાં આવી ગયા છે. જેમાં થી ૪ બાળકોના દુઃખદ મોત પણ નિપજ્યા છે.

હાલમાં જાે બાળકોની પરિસ્થતી જાેઈએ તો એમને કોઈ પણ પ્રકારના કોરોના ના લક્ષણો દેખાતા નથી. વધારે એમને ઝાડા ઉલટી. અને ચીડિયા પણું કે ભૂખના લગાવી એ જ લક્ષણો હાલ જાેવા મળ્યા છે. અચાનક જ બાળકોમાં કોરોના નો ખતરો જાેવા મળતા માતા પિતા મા ચિંતા વ્યાપી ગઈ છે. જાેકે અમદાવાદના ૩ બાળકો ના મોત થયા છે જેમાં ચાંદલોડિયા, મેમનગર અને અમરાઈવાડીના બાળકોનો સમાવેશ થાય છે ત્રણ બાળકોની ઉમર ૨ થી ૮ વર્ષ છે.

બાળકોમા કોરોનાના લક્ષણો વિશે વાત કરતા સિવિલ ના ડોકટર કહે છે કે ક્યારેક બાળકોમાં લક્ષણો જાેવા મળે છે ત્યારેક કોઈ બાળકો મા જાેવા નથી મળતા. જે બાળકોમાં લક્ષણો નથી દેખાતા તે બાળક સુપર સ્પ્રેડર બની શકે છે.

એટલે બને એટલું બાળકોને સમજ આપવાની જરૂર છે. જ્યા સુધી તે કોઈના સંપર્ક મા નહીં આવે ત્યાં સુધી તેના માટે ખતરો ઓછો છે. જેમ જેમ બાળકોમાં કોરોના પરિસ્થિતિ ગંભીર બની રહી છે તેમ તેમ માતા પિતામા ચિંતા વ્યાપી ગઈ છે.