દિલ્હી-

દેશમાં કોરોના મહામારીનો આંક સતત વધી રહ્યો છે. દેશમાં કોરોનાએ બુલેટ ગતિ પકડી લીધી છે. દેશમાં જુલાઈ મહિનામાં જ 3 લાખથી વધુ નવા પોઝીટીવ કેસ આવ્યા છે. જેમાં છેલ્લા નવા પોઝીટીવ હવે ફક્ત 3 દિવસ જેટલો જ સમય લીધો છે. કોરોનાએ રાજ્યમાં તેની ઝડપ પકડી લીધી છે. દેશમાં અત્યાર સુધી 8.99 લાખથી વધુ પોઝીટીવ કેસ આવ્યા છે. જેમાં 3.08 લાખ કેસ એક્ટિવ છે.જ્યારે 5.67 લાખ લોકો કોરોનાથી સાજા પણ થઈ ચૂક્યા છે. દેશમાં કોરોનાને કારણે 23569 લોકોના મોત પણ નિપજ્યા છે. દેશમાં જુલાઈ મહિનામાં 2.94 લાખ નવા પોઝીટીવ કેસ આવ્યા છે. દેશમાં કોરોના સંક્રમણ આવ્યા પછી 11 જૂન સુધી જેટલા પોઝીટીવ આવ્યા હતા એટલા કેસ તો ફક્ત જુલાઈ મહિનામાં આવ્યા છે. દેશમાં જુલાઈ મહિનામાં કોરોના ચારે બાજુથી વકર્યો છે.

મહારાષ્ટ્રમાં મહામારીનો આંક 2.61 લાખને પાર થયો છે. મહારાષ્ટ્રમાં આજે પણ વધુ 6497 નવા પોઝીટીવ કેસ આવ્યા છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધી 10482 લોકોના મોત થયા છે. જ્યારે 1.06 લાખ લોકોમાં હાલ કોરોના એક્ટિવ છે. તામિલનાડુમાં પણ વધુ 4328 નવા પોઝીટીવ કેસ આવતાં કુલ આંક 1.43 લાખને પાર થયો છે. તામિલનાડુમાં એક્ટિવ કેસની સંખ્યા પણ 50 હજારની નજીક થઈ ગઈ છે. તામિલનાડુમાં હાલ 48199 જેટલા પોઝીટીવ કેસ છે. દિલ્હીમાં મહામારીના કેસ 1.12 લાખથી વધી ગયા છે. દિલ્હીમાં કોરોનાથી 3371 લોકોના મોત નિપજ્યા છે. ગુજરાતમાં મહામારીનો આંક 43 હજાર નજીક છે. જ્યારેઉત્તર પ્રદેશમાંપણ વધુ નવા 1654 પોઝીટીવ કેસ આવતાં કુલ આંક 38 હજારને પાર થયો છે. કર્ણાટકમાં પણ કોરોનાએ ગતિ પકડી છે. કર્ણાટક ઉત્તર પ્રદેશને પાછળ રાખી આગળ વધી ગયું છે. કર્ણાટકમાં હાલ 23 હજારથી પણ વધુ એક્ટિવ કેસ છે. પશ્ચિમ બંગાળ તેલંગાણા સહિતના રાજ્યોમાં પણ કોરોના સંક્રમણના આંક 30 હજારને પાર થયા છે.

ગુજરાતમાં રિકવરી રેટમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. અને એક્ટિવ કેસની ટકાવારી પણ 25 ટકાથી વધી ગઈ છે. રાજ્યમાં સતત વધતા કેસને પગલે એક્ટિવ કેસ 11 હજાર થઈ ગયા છે. આટલા કેસ તો છેક મે મહિનામાં નોંધાયા હતા. 18 મે સુધી રાજ્યમાં 11 હજાર લોકો કોરોનાથી સંક્રમિત થયા હતા. જુલાઈ મહિનામાં 10 હજાર નવા પોઝીટીવ કેસ સામે ફક્ત 200 જેટલા લોકોના જ રાજ્યમાં મોત નિપજ્યા છે. અર્થાત રાજ્યમાં કોરોનાને કારણે થતા મોતની સંખ્યા સતત ઘટી છે. ગુજરાતમાં મહામારીનો આંક 42 હજારને પાર થયો છે.