અમદાવાદ, ગુજરાત રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૫૭૩ નવા કેસ નોંધાયા છે. ઉત્તરોત્તર કેસમાં વધારો થઈ રહ્યો હોવાથી ત્રીજી લહેર આવી ચૂકી હોવાની અટકળો ચાલી રહી છે. સાડા છ મહિના બાદ સતત બીજા દિવસે ૫૦૦થી વધારે કેસ નોંધાયા છે. જાેકે તેની સામે ૧૦૨ દર્દીઓ સાજા થઇને ઘર રવાના થયાં છે. આજે અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ ૨૬૯ નવા કેસ નોંધાયા છે. જ્યારે રાજ્યમાં એક્ટિવ કેસનો આંકડો ૨ હજારને પાર થઇ ચૂક્યો છે. આ કેસની સંખ્યા કુલ ૨૩૭૧ થઇ છે. રાજકોટ અને અરવલ્લીમાં એક-એક દર્દીઓના મોત થયાના સત્તાવાર અહેવાલ સાંપડી રહ્યાં છે. જાેકે રાહતની વાત એ છે કે ઓમિક્રોનના આજે એક પણકેસ નોંધાયા નથી જેને કારણે તંત્રને હાશકારો થયો છે. ગઈકાલે રાજ્યમાં કુલ ૧૯ ઓમિક્રોનના દર્દીઓ નોંધાયા હતા. જેમાં અમદાવાદ શહેરમાં ૪ પુરુષ અને ૪ સ્ત્રી મળીને સૌથી વધુ ૮ ઓમિક્રોનના કેસ નોંધાયા હતા. સુરત શહેરમાં, ૬ વડોદરા શહેરમાં ૩ અને આણંદમાં ૨ ઓમિક્રોનના કેસ નોંધાયા હતા. અત્યાર સુધીમાં ગુજરાતમાં કુલ ૯૭ ઓમિક્રોનના કેસ નોંધાયા હતા. જ્યારે અમદાવાદમાં ૧૪, વડોદરા શહેરમાં ૧૧, સુરત શહેરમાં ૨, આણંદમાં ૩, ખેડામાં ૩, ગાંધીનગર શહેરમાં ૧, રાજકોટમાં ૧, મહેસાણા ૩, જામનગર શહેરમાં ૩ મળીને કુલ ૪૧ ઓમિક્રોનના દર્દીઓ ડિસ્ચાર્જ થયા હતા.

૭મી જાન્યુ. સુધી રાજ્યના આઠ મહાનગરોમાં રાત્રિ કર્ફ્‌યૂ યથાવત

ગાંધીનગર રાજ્યમાં કોરોના અને ઓમિક્રોનના કેસો વધી રહ્યા છે, ત્યારે આગામી તા. ૭ મી જાન્યુઆરી સુધી રાજ્યમાં રાત્રિ કર્ફ્‌યૂની મુદત લંબાવવામાં આવી હોવાની જાહેરાત રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા આજે ગાંધીનગરમાં કરવામાં આવી હતી. હાલ દેશ અને દુનિયામાં કોરોનાના લાખો કેસો આવી રહ્યા છે, જેને પગલે મહારાષ્ટ્ર અને દિલ્હીની સરકારોએ પણ નિયંત્રણો લાદી દીધાં છે. જાેકે ગુજરાત સરકાર હજુ આ મામલે જાગી નથી, પરંતુ ૨૯મી ડિસેમ્બરે કોરોના વિસ્ફોટ થતાં જ સરકાર દોડતી થઈ છે. આવતીકાલે એટલે કે ૩૧મી ડિસેમ્બરે કોરોનાની ગાઇડલાઇન્સ પૂરી થઈ રહી છે. જેને પગલે આજે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે રાજ્યના ૮ શહેરોમાં રાતના ૧૧ થી સવારના પાંચ વાગ્યાનો રાત્રિ કર્ફ્‌યૂ આગામી તા. ૭ મી જાન્યુઆરી સુધી યથાવત રાખવાની જાહેરાત કરી હતી.

વાઈબ્રન્ટ સમિટ યોજાશે જ આરોગ્યમંત્રી

ગુજરાતમાં કોરોના અને ઓમિક્રોનની દહેશત વચ્ચે રાજ્ય સરકાર દ્વારા આગામી તા. ૧૦ થી ૧૨ જાન્યુઆરી દરમિયાન વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ યોજવામાં આવશે. આ અંગેની સ્પષ્ટતા રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા કરવામાં આવી હતી. આરોગ્ય મંત્રીએ કહ્યું હતું કે, રાજ્યની આર્થિક ગતિવિધિ અને રોજગારી માટે વાઈબ્રન્ટ ગુજરાતનું આયોજન જરૂરી છે. ગાંધીનગર ખાતે રાજ્યમાં કોરોનાની સ્થિતિ અંગેની માહિતી આપવા માટે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમણે ગુજરાતમાં કોરોના અને ઓમિક્રોનની સ્થિતિ અંગેની વિગતો આપી હતી.

ત્રીજી લહેર અડ કે ચલી જાયેગીઃ ઋષિકેશ પટેલ

ગાંધીનગર ખાતે આજે સાંજે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે રાજ્યમાં કોરોનાની સ્થિતિ અંગેની માહિતી આપવા માટે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમણે કોરોના અંગે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા કરાયેલી તૈયારીઓની વિગતો આપી હતી. જે અંગે તેમણે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા પૂરી તૈયારી કરાઈ છે. ત્રીજી લહેર આયેગી તો હવા કે ઝોકે કી તરહ અડ કે ચલી જાયેગી.

વાઇબ્રન્ટ સમિટમાં કરોડોના એમઓ યુ થશે

અટલબિહારી બાજપાઈના જન્મદિનથી રાજ્યમાં સુશાસન સપ્તાહનો પ્રારંભ થયો હતો. જે અંતર્ગત આજે આજે રાજ્યના ૩૩ સ્થળોએ રોજગાર વિભાગ હસ્તકની કચેરીઓની વિવિધ પ્રવૃતિઓ થકી સુશાસન અઠવાડિયાની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીનો રાજ્યકક્ષાનો કાર્યક્રમ અમદાવાદ ખાતે યોજાયો. રાજ્યવ્યાપી કાર્યક્રમમાં ૫૦ હજાર યુવાનોને નિમણૂક પત્રો તેમજ ૩૦ હજાર યુવાનોને એપ્રેન્ટીસશીપ કરાર પત્રો આપવામાં આવ્યા હતા.

કોરોના વિસ્ફોટના પગલે ફ્લાવર શો યોજવા અમ્યુકો. અવઢવમાં

અમદાવાદ કોરોના વિસ્ફોટ અને ઓમિક્રોનની આંધી ને જાેતા શહેર ની વર્તમાન પરિસ્થિતિ દિવસે દિવસે વિકટ બનતી જાય છે ત્યારે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાનારા ફ્લાવર શો માટે કોર્પોરેશન અવઢવ ની સ્થિતિમાં મુકાયું છે રાજ્ય સરકારની ગાઇડ લાઇન અને આદેશ મુજબની શાસકો ર્નિણય લેશે શહેરમાં હાલ વેક્સિનેશન ના ૩૫ સેન્ટ્રો કાર્યરત છે જાેકે હવે સેન્ટરોમાં વધારો કરવામાં આવનાર છે નવનિયુક્ત મ્યુનિ.કમિશનર લોચન સહેરા એ પણ મ્યુનિ તંત્રને એલર્ટ રહેવા અને વેક્સિનેશન વધારવાના આદેશ આપી દીધા છે. મ્યુનિ.કમિશનર ના આદેશના પગલે શહેરમાં વેક્સિનેશન ના ડોમ ની સંખ્યા વધારી દેવામાં આવશે કોરોના શહેરની સ્થિતિ જાેતાં આગામી દિવસોમાં યોજાનાર ફ્લાવર શો અંગે અવઢવની સ્થિતિ સર્જાઈ છે.