રાજપીપળા : ગુજરાતના ડૉ. આંબેડકર અંત્યોદય વિકાસ નિગમના ચેરમેનશ્રી ગૌતમભાઇ ગેડીયા, સંસદસભ્ય મનસુખભાઇ વસાવા, જિલ્લા કલેક્ટરી મનોજ કોઠારી, જિલ્લા વિકાસ અધિકારી ડૉ. જીન્સી વિલીયમ, અગ્રણી ગજેન્દ્રસિંહ જાડેજા, સતીષભાઇ સોલંકી, કૃષિ વિભાગના અધિકારીઓ તેમજ નાંદોદ-ગરૂડેશ્વર તથા તિલકવાડા તાલુકાના ખેડૂત ભાઇ-બહેનોની ઉપસ્થિતિમાં આજે રાજપીપલામાં સરદાર ટાઉન હોલ ખાતે મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાના યોજાયેલા રાજ્યવ્યાપી લોન્ચીંગ કાર્યક્રમ સાથેનાં ખેડૂત માર્ગદર્શન કાર્યક્રમને દિપ પ્રાગટ્ય દ્વારા ખૂલ્લો મૂકાયો હતો. તેવી જ રીતે દેડીયાપાડામાં કૃષિ ઇજનેરી અને પોલીટેકનીક કોલેજ ખાતે બપોર બાદ યોજાયેલા કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો.  

કિસાન સહાય યોજનાનો શુભારંભ કરાવતાં ડૉ. આંબેડકર અંત્યોદય વિકાસ નિગમના ચેરમેન ગૌતમભાઇ ગેડીયાએ જણાવ્યું હતું કે, સરકારશ્રીના સંવેદનશીલ અભિગમથી સમગ્ર રાજ્યભરમાં આજથી પ્રારંભાયેલી મુખ્યમંત્રી કિસાન સહાય યોજનનો ઉદ્દેશ વાવણીથી તેના વેચાણ સુધીની વ્યવસ્થામાં ખેડૂતોને સહાયરૂપ થવાનો રહેલો છે. જેમાં ૭ જેટલાં માપદંડો આવરી લેવાયેલ છે. આગામી ૨૦૨૨ માં ખેડૂતોની આવક બમણી કરવાના દેશના વડાપ્રધાનશ્રીના નિર્ધારને ફળિભૂત કરવા રાજ્ય સરકારે ખેડૂતોને ઉપયોગી કૃષિલક્ષી અનેક પગલાંઓ થકી સહાયરૂપ થઇ રહી છે. ગત વર્ષે ગુજરાત ૯.૩ ટકાની વૃધ્ધિ સાથે ખેતપેદાશમાં સમગ્ર દેશમાં પ્રથમ નંબરે રહ્યું હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું. કિસાન સહાય યોજનાની સાથોસાથ આર્ત્મનિભર અંતર્ગત ખેડૂતો માટે નવી યોજનાઓની સમજ દ્વારા ખેડૂતોને માર્ગદર્શન પુરૂં પાડવા માટે યોજાયેલા કાર્યક્રમમાં ખેડૂતોને ખરીફમાં અનાવૃષ્ટિ કે

અતિવૃષ્ટિ સામે વિમાના સુરક્ષા કવચ સાથે ખરીફ પાકની ચિંતા સરકાર કરશે.