ડભોઇ,તા.૧૭ 

 ડભોઇ કોમર્સ કોલેજ સામે આવેલ એલ.આઈ.સી.જીવન વીમા કંપની ની કચેરી ખાતે ત્રણ કર્મચારીઓ ને કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા ૨ દિવસ માટે કચેરી ને બંધ કરવા ફરજ પડી છે. હાલ ગત સપ્તાહ માં એક્ષીસ બેન્ક અને ત્યાર બાદ બરોડા સેન્ટ્રલ બેન્ક ના કર્મચારીના કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યા હતા. હવે એલ.આઈ.સી.ની કચેરી માં કોરોના પોઝીટીવ આવતા નગરજાણો હવે બેન્ક અને કચેરીઓ માં જતાં ભય અનુભાવી રહ્યા છે.ડભોઇ નગર માં દિન પ્રતીદિન કોરોના પોઝીટીવ કેશો નો વધારો થઈ રહ્યો છે.

ગત રોજ સુધી ડભોઇ નગર માં આરોગ્ય ની મડતી માહિતી મુજબ કોરોના ના ડભોઇ માં ૭૫ કેશો આવી ગયા છે. જ્યારે આજ રોજ ડભોઇ એસ.ટી.ડેપો વિસ્તાર માં આવેલ ભારતીય જીવન વીમા કંપની એલ.આઈ.સી.ની કચેરી ખાતે ડભોઇ ના ૨ કર્મચારી અને વડોદરા થી આવતા એક કર્મચારીનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા સમગ્ર કચેરી ને સેનેટાઈઝ કરવાની ફરજ પડી હતી. સાથે સાથે કચેરી ના કર્મચારીઓ ની સુરક્ષા માટે બે દિવસ માટે એલ.આઈ.સી. કચેરી બંધ રાખવા આદેશ કરાયા હતા. દિનપ્રતીદિન નગર માં વધી રહેલા સંક્રમણ માં પૂર્વે બે બેન્કો એક્સિસ બેન્ક અને સેંટ્‌ર્લ બેન્ક ઓફ ઈન્ડિયા ના કર્મચારીઓ કોરોના ની ઝપેટ માં આવી ગયા છે. ત્યારે હવે એલ.આઈ.સી.ના કર્મચારી એક સાથે ૩ લોકો કોરોના પોઝીટીવ આવતા નગર માં હવે બેન્ક અને કચેરીઓ માં જતાં ભય અનુભવી રહ્યા છે.