વડોદરા,તા. ૧૬
વડોદરા જિલ્લાના કલેકટર શાલીની અગ્રવાલે પાદરા તાલુકાના મુજપુર ખાતે આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની અને તે પછી વડોદરા તાલુકાના સમીયાલા અને બિલ ગામોના આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈને,કોરોના રસી લેવા આવેલા વડીલો સાથે સંવાદ કર્યો હતો તથા તેમને પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે જણાવ્યું કે મેં જાતે રસીના બે ડોઝ લીધાં છે અને મને કશું જ નથી થયું.તેમણે કહ્યુ હતુ કે, રસી લીધા પછી માસ્ક પહેરવામાં થી મુક્તિ નથી મળી જતી.રસી લેનારાઓ એ પણ માસ્ક પહેરવું,સોશીયલ ડિસ્ટન્સ પાળવું, સેનેટાઇઝર નો ઉપયોગ કરવો જેવી તકેદારીઓ અચૂક લેવાની છે.
કલેટરે પાદરા અને વડોદરા તાલુકાઓમાં થઈ રહેલી ત્રીજા તબક્કાની રસીકરણ પ્રક્રિયા અંગે જાણકારી મેળવી હતી. તેમણે સમિયાલા ખાતે આરોગ્ય સંજીવની રથ - ધન્વંતરિ રથ દ્વારા આપવામાં આવી રહેલી આરોગ્ય સેવાઓ અને ઘર સર્વેક્ષણ નું નિરીક્ષણ કર્યું હતું.
પ્રથમ અને દ્વિતિય તબક્કામાં ૨૨૦૦૦ લોકોને રસી આપવામાં આવી છે અને હવે તેમને બીજાે ડોઝ આપવાની પ્રક્રીયા ચાલી રહી છે. ત્રીજા તબક્કામાં વડીલો અને કો-મોર્બિડ ૪૧૯૯૮ લોકોએ રસી લીધી છે.
લોકોને રસી લેવા માટે અપીલ કરતા જણાવ્યું કે તેમણે પણ રસીકરણના બે ડોઝ લીધેલા છે. તેમણે ઉમેર્યું કે આખા જિલ્લામાં ૮૭ કેન્દ્રો ખાતે રસી મુકવામાં આવી રહી છે જેમાં ૮૩ સરકારી અને ૪ ખાનગી દવાખાનાઓ ના રસી કેન્દ્રોનો સમાવેશ થાય છે. સમગ્ર જિલ્લામાં ત્રીજા તબક્કામાં રસી મેળવવા પાત્ર અંદાજે ૧,૩૨,૦૦૦ લોકોનો સર્વે કરવામાં આવ્યો છે અને આ બધા જ લોકોને રસીકરણની કામગીરીમાં આવરી લેવામાં આવશે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments