`દિલ્હી-

'બાબા કા ઢાબા'ના માલિક કાંતા પ્રસાદની ફરિયાદ પર દિલ્હી પોલીસે ફૂડ બ્લોગર અને યુ-ટ્યુબર ગૌરવ વસન સામે છેતરપિંડીનો કેસ નોંધ્યો છે.ગૌવર વસન વિરુદ્ધ આઈપીસીની કલમ 420 હેઠળ દિલ્હીના માલવીયા નગર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. કાંતા પ્રસાદે આક્ષેપ કર્યો છે કે ગૌરવ વસન તેમની પાસે આવ્યો હતો અને તેના વ્યવસાયને પ્રોત્સાહન આપવા તેની સાથે એક વીડિયો શૂટ કર્યો હતો. એવો આરોપ છે કે ગૌરવ વાસને તેના ખાતામાંથી વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો અને કાંતા પ્રસાદને આર્થિક મદદ કરવા માટે લોકોને દાન આપવા વિનંતી કરી હતી.

નોંધપાત્ર વાત એ છે કે, દક્ષિણ દિલ્હીના માલવીયા નગરમાં લોકપ્રિય રેસ્ટોરન્ટ 'બાબા કા ઢાબા' સંબંધિત કેસની તપાસની વચ્ચે યુટ્યુબર ગૌરવ વસાને કહ્યું છે કે તેમની બદનામી થઈ રહી છે. તેમનો દાવો છે કે તેણે ઢાબા માલિકને રૂપિયા 3.78 લાખની રકમ સોંપી હતી. વાસને 'બાબા કા  ઢાબા'ના માલિકનો એક વિડિઓ બનાવ્યો અને તેને યુટ્યુબ પર અપલોડ કર્યો જે પછી આ વીડિયો વાયરલ થયો અને લોકો ઢાબાના માલિકની મદદ માટે આગળ આવ્યા. જો કે, વીડિયો વાયરલ થયાના લગભગ એક મહિના પછી, ઢાબાના માલિક કાંતા પ્રસાદે ઇન્સ્ટાગ્રામ પ્રભાવક અને યુટ્યુબર ગૌરવ વસન સામે પૈસાના ગેરઉપયોગની ફરિયાદ નોંધાવી હતી.