પરિસીમન અને મહિલા અનામત બિલ લોકસભામાં પસાર કરાવવા રસ્તો સ્પષ્ટ થશે
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
09, જુન 2026  |   1881


મમતા બેનરજીની આગેવાની હેઠળની તૃણમૂલ કોંગ્રેસમાં ચાલી રહેલા આંતરિક વિખવાદના કારણે સંસદમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સની સ્થિતિ ખૂબ જ મજબૂત બની શકે છે. આ રાજકીય ઉથલપાથલના કારણે કેન્દ્ર સરકાર માટે આગામી સમયમાં પરિસીમન અને મહિલા અનામત જેવા અત્યંત મહત્ત્વપૂર્ણ બિલ લોકસભામાં પસાર કરાવવાનો રસ્તો સ્પષ્ટ થઈ જશે. જુલાઈ મહિનાના ત્રીજા અઠવાડિયામાં સંસદનું ચોમાસુ સત્ર શરૂ થવા જઈ રહ્યું છે. રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે, સરકાર ફરી એકવાર પરિસીમન બિલ સંસદમાં રજૂ કરી શકે છે. આ બિલ એપ્રિલ મહિનામાં સંસદમાં પસાર થઈ શક્યું ન હતું, કારણ કે તે સમયે સરકાર પાસે તેને પાસ કરાવવા માટે જરૂરી બે-તૃતીયાંશ (૨/૩) બહુમતી નહોતી.

પરિસીમન બિલ અથવા બંધારણ (૧૩૧ મો સુધારો) બિલ ૨૦૨૬ની સાથે મહિલા અનામત બંધારણીય સુધારા બિલને પણ જાેડવામાં આવ્યું હતું. પરંતુ પૂરતી બહુમતી ન હોવાને કારણે બંને બિલ અટકી ગયા હતા. હવે તૃણમૂલ કોંગ્રેસમાં બળવાના સૂર એનડીએ માટે ફાયદાનો સોદો સાબિત થઈ રહ્યા છે.

લોકસભામાં હાલ તૃણમૂલીના ૨૯ સાંસદો છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution