વલસાડ

વાપીમાં શ્રેયસ મેડીકેર જનસેવા હોસ્પિટલમાં એક ૫૫ વર્ષીય દર્દીની થોરાસીક સર્જરી કરી હોસ્પિટલના તબીબ કલ્પેશ માલિક અને તેની ટીમે નવજીવન આપ્યું છે. ડૉ. કલ્પેશ મલિક (કાર્ડિયો વાસ્ક્યુલર અને થોરાસિક સર્જન) ના સહયોગથી હોસ્પિટલના મેડિકલ સર્વિસીસમાં ‘થોરાસિક અને વૅસ્ક્યુલર સર્જરી’ નો વધુ એક વિભાગ શરૂ કરવામાં આવ્યો છે. તાજેતરમાં જ એક ૫૫ વર્ષીય દર્દીની સર્જરી કરી નવજીનવ આપ્યું છે. થોરાસીસ સર્જરી અંગે હોસ્પિટલના તબીબોએ વિગતો આપી હતી કે થોરાસિક સર્જરીમાં હૃદય સિવાય અન્ય છાતીની અંદરના અવયવોની સર્જરી કરવામાં આવે છે. જેમાં, શરીરમાં ફેફસાં, ખોરાકની પાઇપ, આખા શરીરને લોહી પુરૂ પાડતી મુખ્ય હૃદયની ધમનીઓ, પ્લ્યુરા, પેરીકાર્ડિયમ અને છાતીની દિવાલની આંતરિક બાજુની પાંસળી અને સ્નાયુઓની સર્જરી શામેલ હોય છે.વાપીની જનસેવા હોસ્પિટલમાં સૌપ્રથમ થોરાસીક સર્જરી કરી દર્દીને નવજીવન આપ્યુંવાપીની જનસેવા હોસ્પિટલમાં સૌપ્રથમ થોરાસીક સર્જરી કરી દર્દીને નવજીવન આપ્યું હતું. વાપીની જનસેવા હોસ્પિટલમાં સૌપ્રથમ થોરાસીક સર્જરી કરી દર્દીને નવજીવન આપ્યું હતું. ઇશ્વર રાઉત ફેફસાના ક્ષય રોગના ૫૫ વર્ષીય દર્દી છે. જેને ચેપના પરિણામે ફેફસાં અને છાતીની દિવાલને ઢાંકતી પોલિથીન જાડી થઈ ગઈ હતી. જે અંગે ઘણી વખત તેમની સારવાર કરવામાં આવી હતી.