દિલ્હી-

સુપ્રીમ કોર્ટ આજે પેગાસસ જાસૂસી કેસની સુનાવણી કરશે. આ પહેલા ચીફ જસ્ટિસ એનવી રમણા, જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ અનિરુદ્ધ બોઝની ત્રણ સભ્યોની બેન્ચે અરજી પર કેન્દ્ર અને પશ્ચિમ બંગાળ સરકારને નોટિસ ફટકારી હતી. જેની આજે સુનીવણી કરવામાં આવશે અને કેન્દ્ર અને પશ્ચિમ બંગાળ સરકારઆ નોટિસનો જવાબ આપશે. અરજદાર તરફથી હાજર રહેલા એડવોકેટ સૌરભ મિશ્રાએ બેન્ચને જણાવ્યું હતું કે, તેમણે રાજ્ય સરકાર દ્વારા તેના અધિકારક્ષેત્રના આધારે તપાસ પંચની રચના માટે બહાર પાડવામાં આવેલા જાહેરનામાને પડકાર્યો છે. તેમણે ખંડપીઠને જણાવ્યું કે, તપાસ પંચે જાહેર માહિતી જારી કરી છે અને દિન-પ્રતિદિન કાર્યવાહી ચાલી રહી છે. નિતિને અધિકારક્ષેત્રના આધારે પડકારવામાં આવી છે. પેગાસસ જાસૂસી કૌભાંડ શું છે આંતરરાષ્ટ્રીય મીડિયાના એક સંગઠને અહેવાલ આપ્યો છે કે, પેગાસસ સ્પાયવેરનો ઉપયોગ કરીને સંભવિત રીતે સર્વેલન્સ માટે મૂકવામાં આવેલી યાદીમાં ભારતમાંથી 300 થી વધુ ચકાસાયેલા ફોન નંબરો સામેલ હતા. કૌભાંડને લગતી અનેક અરજીઓ પર કેન્દ્રને નોટિસ આપવામાં આવી હતી. આ અરજીઓમાં કથિત પેગાસસ જાસૂસી કેસની સ્વતંત્ર તપાસની માગ કરવામાં આવી છે. પેગાસસ જાસૂસીના આરોપોની તપાસ માટે તપાસ પંચની રચના કરવાના રાજ્ય સરકારના નિર્ણયને પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને પશ્ચિમ બંગાળ સરકારને નોટિસ ફટકારી હતી. આ કેસની આગામી સુનાવણી આજે થશે.