અમદાવાદ-

આગામી દિવસોમાં ગુજરાતના પ્રવાસે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવવાના છે. ત્યારે ગુજરાતમાં સી.પ્લેન પ્રારંભ કરવામાં આવશે. ત્યારે તેને લઈને કોંગ્રેસ સરકાર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું કે ચૂંટણી આવે ત્યારે સી.પ્લેન આવે એરોપ્લેનએ આવી જાય છે. આતંકવાદીઓ પણ આવી જાય છે. આ બધા જ ચૂંટણી આવે ત્યારે જ આવે છે. સી.પ્લેન તો કોઈ નવી વાત નથી માત્ર એક ગતકડું છે, આ પહેલા જ ગુજરાતની જનતા રો-રો ફેરીના અખતરા જોઈ ચુકી છે સી.પ્લેનને ખટારામાં મૂકી ગુજરાતમાં ફેરવો, કોંગ્રેસગુજરાતમાં મેટ્રો ટ્રેન અને અને તેનો સુચારૂં ચાલતું હોય મેટ્રો ટ્રેનના ડબ્બા અને પ્રદર્શનમાં મુકેલા ડબ્બાએ પણ રિવરફ્રન્ટ પર મુક્યા હતા. તે પણ લોકોએ જોયા છે. મેટ્રો ટ્રેનને ખટારામાં લઈ આખા ગુજરાતમાં ફેરવવામાં આવ્યા છે, તે પણ ગુજરાતની જનતાએ જોયેલું છે. ત્યારે પણ હવે સી.પ્લેન પણ ખટારામાં મૂકીને ગુજરાતમાં ફેરવવું જોઈએ તેવા આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે. તેથી ગુજરાતની જનતા પણ તેને જોઈએ શકે એટલે ચૂંટણી સમયે આવેલું આ નવું ગતકડું છે. ગુજરાતમાં પેટાચૂંટણી છે, વિધાનસભાની ચૂંટણી હોય તે સમયે સી.પ્લેન પણ આવે અને આતંકવાદીઓ પણ આવે તેવા ગતકડા હોવાનો કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.