દિલ્હી-

દિલ્હી હાઇકોર્ટે આજે એક અરજીની સુનાવણી કરતા સીરમ ઇન્સ્ટીટ્યુટ ઓફ ઇન્ડિયા તથા ભારત બાયોટેકને કોવિશીલ્ડ અને કોવૈક્સીન રસી અંગે પોતાની નિર્માણ ક્ષમતાનો ખુલાસો કરવાની હુકમ આપ્યો છે, તે સાથે જ કોર્ટે કોવિડની રસી બહાર મોકલવા અંગે કડક ટીપ્પણી કરી છે.

કોર્ટે કહ્યું કોવિડ-૧૯ રસી દાનમાં આપવામાં આવી રહી છે, અન્ય દેશોને વેચવામાં આવી રહી છે, પોતાના લોકોનું રસીકરણ કરવામાં આવતું નથી, અતિ જરૂરીની ભાવના અપેક્ષિત છે. હાઇકોર્ટે કેન્દ્રને હાલ કોવિડ-૧૯ રસીકરણ માટે વ્યક્તિઓનાં વર્ગ પર સખત નિયંત્રણ રાખવાનાં તર્ક અંગે પુછ્યું છે, એટલું જ નહીં, દિલ્હી હાઇકોર્ટે દિલ્હી સરકારને પણ કહ્યું તે કોર્ટ પરિસરોમાં ચિકિત્સા કેન્દ્રોનું નિરિક્ષણ કરે અને બતાવે કે શું ત્યાં કોવિડ-૧૯ રસીકરણ કેન્દ્ર સ્થાપિત કરવાની સંભાવના છે. ન્યાયાધીશ વિપિન સાંઘી અને ન્યાયમૂર્તિ રેખા પલ્લીની બેંચે કહ્યું કે બંને સંસ્થાઓ સીરમ તથા ભારત બાયોટેકની પાસે મોટી સંખ્યામાં રસી પુરી પાડવાની ક્ષમતા છે, પરંતું એવું લાગે છે કે તે તેનો સંપુર્ણ ફાયદો ઉઠાવી રહી નથી.

બેન્ચે કહ્યું આપણે તેનો સંપુર્ણ રીતે ઉપયોગ કરી રહ્યા નથી, આપણે ક્યાં તો તેને દાન કરી રહ્યા છિએ, અથવા તો તેને વેચી રહ્યા છિેએ, અને પોતાના લોકોને રસી આપી રહ્યા નથી, આ મામલમાં જવાબદાર લોકોમાં જવાબદારી અને તાત્કાલિક્તાની ભાવના હોવી જાેઇએ. હાઇકોર્ટ દિલ્હી બાર કાઉન્સિલની એક અરજી પર સુનાવણી કરી રહી હતી, જેમાં ન્યાયાધિશો, અદાલતનો સ્ટાફ અને વકીલો સહિત ન્યાય પ્રક્રિયા સાથે સંકળાયેલા તમામ ફ્રન્ટ લાઇન વર્કર્સને વર્ગીકૃત કરવાની માંગ કરવામાં આવી રહી છે.