દિલ્હી-

ફિલિપાઇન્સ દ્વારા પાકિસ્તાન, શ્રીલંકા, નેપાળ, બાંગ્લાદેશ, ઓમાન અને સંયુક્ત આરબ અમીરાત સહિતના ભારત પરના પ્રવાસ પર પ્રતિબંધ 30 જૂન સુધી વધારવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિના પ્રવક્તા હેરી રુક દ્વારા આ માહિતી આપવામાં આવી છે.રુકે કહ્યું કે, કોરિના મહામારી ને ધ્યાનમાં રાખીને સાવચેતી રૂપે આ દેશોની મુસાફરી પરના પ્રતિબંધને રોડ્રિગો ડ્યુતેર્તે મંજૂરી આપી દીધી છે. ખરેખર, ફિલિપાઇન્સે ભારતમાં કોરોનાના કેસમાં ઝડપી વધારાને કારણે 29 એપ્રિલના રોજ ભારત પ્રવાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. આ પછી, બાંગ્લાદેશ, નેપાળ, પાકિસ્તાન અને શ્રીલંકા પર પ્રતિબંધ 7 મે થી લગાવવામાં આવ્યો હતો. 15 મેના રોજ ઓમાન અને યુએઈની મુસાફરી પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.