મુંબઈ-

ટીવીનાં સૌથી પોપ્યુલર રિયાલિટી શો 'બિગ બોસ ઓટીટી' જ્યારથી શરૂ થયો છે. ત્યારથી ઘરની અંદર સ્પર્ધકો વચ્ચે મસ્તી મજાક અને લડાઇ ત્રણેય જાેવા મળી રહી છે. બિગ બોસનાં ઘરની અંદરની મજેદાર ઘટનાઓ ૨૪ કલાક વૂટ સિલેક્ટ પર લાઇવ જાેવામાં આવી રહી છે. જેમ આશા હતી તેમ ઘરની અંદર જાેવા મળી રહ્યું છે. 'બિગ બોસ'નાં ઘરની અંદર બબાલ શરૂ થઇ ગઇ છે. થોડા દિવસ પહેલાં જ શરૂ થેયલાં આ શોનાં વીડિયો અને તવસીરો સો.મીડિયા પર ખુબજ વાયરલ થઇ રહ્યાં છે. બિગ બોસનાં ઘરમાંથી એક તસવીર વાયરલ થઇ રહી છે જે ચોકાવનારી છે.

આ ફોટો સો.મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે જેમાં કૂકર બ્લાસ્ટ થતા નજર આવે છે. આ પહેલાં જેટલી પણ સીઝન ટેલકાસ્ટ થઇ તેમાં ક્યારેય આવી કોઇ ઘટના બની નથી. આવું પહેલી વખત થયું છે.ઇન્સ્ટાગ્રામ પર બિગ બોસ ઓટીટીનાં ઘરની એક મેજદાર ફોટો સામે આવી છે જેમાં ગેસ પસ કુકર ચઢેલું છે અને કોઇનું ધ્યાન નથી એવામાં કૂકર બ્લાસ્ટ થઇ જાય છે. આ ફોટોની સાથે કેપ્શનમાં લખ્યું, 'આ વખતે બિગ બોસનાં ઘરમાં કેટલાંક માસ્ટર શેફ છે. સ્પર્ધકોને એ પણ નથી ખબર કે કુકરમાં સીટી લગાવવામાં આવે છે. અને થોડી જ મિનિટમાં કૂકર ફાટી જાય છે. બિગ બોસનાં ઘરમાં કૂકર ફાંટવાની આ પહેલી ઘટના છે.. ' આ ફોટો અને પોસ્ટ પર યૂઝર્સ ખુબજ મજા લઇ રહ્યાં છે. 'બિગ બોસ ઓટીટી' પર પહેલાં જ દિવસે કોઇને કોઇ વાત પર સ્પર્ધકો વચ્ચે ઝઘડો જાેવા મળ્યો. ગત એપિસોડમાં પણ કંઇક આવું જ હતું. જ્યારે ભોજપુરી એસ્ટ્રેસ અક્ષરા સિંહ અને શમિતા શેટ્ટીએ ઉંમર અંગે કમેન્ટ કરી અને ઉર્ફીની સાથે તેની મજાક ઉડાવી હતી. આ મનમોટાવનીશરૂઆત ભોજન બાબતે થઇ હતી જે હજુ સુધી પૂર્ણ થઇ નથી.