સુરત-

શહેરના અડાજન વિસ્તારમાં આવેલા પીઝા રેસ્ટોરન્ટમાં પીઝાની અનેક વેરાયટી સાથે ખાસ સુવિધા પણ ઉભી કરવામાં આવી છે. આ ખાસ સુવિધા રેસ્ટોરન્ટમાં આવતી મહિલાઓ માટે છે. મહિલાઓ માટે પીરિયડ્સને ધ્યાનમાં રાખી અને આ સામે હાયજીન બની રહે એ માટે રેસ્ટોરન્ટ દ્વારા સેનેટરી પેડ વેન્ડીંગ મશીન મૂકવામાં આવ્યું છે. જેથી રેસ્ટોરન્ટમાં આવેલી મહિલાઓને પીરિયડ્સની તકલીફ પડે તો આ વેન્ડીંગ મશીન દ્વારા સેનેટરી પેડનો ઉપયોગ કરી શકે છે. રેસ્ટોરન્ટ દ્વારા આ સુવિધા માત્ર રેસ્ટોરન્ટમાં આવનારી મહિલાઓ માટે જ નહીં, પરંતુ દરેક મહિલાઓ રેસ્ટોરન્ટમાં જઈને તે આ લાભ મેળવી શકે છે.

સુરતના અડાજણ વિસ્તારમાં આવેલા પીઝા રેસ્ટોરન્ટ હાલ શહેરમાં ચર્ચાનો વિષય બની ગયો છે. અહીં સ્વાદિષ્ટ અને ચટાકેદાર પીઝા તો મળે જ છે, પરંતુ અહીં આવનારી મહિલાઓ માટે ખાસ સુવિધા રેસ્ટોરન્ટ દ્વારા ઉભી કરવામાં આવી છે. અનેકવાર મહિલાઓ બહાર જતી હોય છે અને ત્યાં જ પીરિયડ્સ આવી જવાની સ્થિતિ ઊભી થતી હોય છે. મહિલાઓની આવી સ્થિતિને ધ્યાનમાં રાખી રેસ્ટોરન્ટના સંચાલકે દ્વારા આ ખાસ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. રેસ્ટોરન્ટના વોશરૂમમાં મહિલાઓ માટે સેનેટરી પેડ વેન્ડીંગ મશીન મુકવામાં આવ્યું છે. પીરિયડ્સની સ્થિતિમાં જેનો ઉપયોગ મહિલાઓ કરી શકે છે અને તેમના હાઇજિન માટે પણ આ ખુબ જ ઉપયોગી છે. સુરતના અડાજન વિસ્તારમાં આવેલા પીઝા રેસ્ટોરન્ટમાં પીઝાની અનેક વેરાયટી સાથે મહિલાઓ માટે ખાસ સુવિધા પણ ઉભી કરવામાં આવી છે. રેસ્ટોરેન્ટમાં સેનેટરી પેડ વેન્ડીંગ મશીન મુકવામાં આવ્યું છે.