દુબઈ 

 ઈન્ડિયન્સ પ્રીમિયર લીગ એકવાર ખરી ખરાબ સમાચારને કારણે ચર્ચામાં છે. આઈપીએલ 2020ની 33મી મેચમાં વિરાટ કોહલીની આગેવાની વાળી રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB)ની ટીમે રાજસ્થાન રોયલ્સ (RR)ને સાત વિકેટે હરાવી હતી. શનિવારે મેચની અંતિમ ઓવર દરમિયાન જ્યારે આરસીબીને છેલ્લા 6 બોલમાં 10 રનની જરૂર હતી, તો કેમેરામેને ટીમના ડ્રેસિંગ રૂમ તરફ કેમેરો ફેરવ્યો. આ દરમિયાન ઓપનર આરોન ફિન્ચ સ્મોકિંગ કરતો જોવા મળ્યો હતો. તે લગભગ ઈ-સિગારેટ પી રહ્યો હતો.

ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો અને લોકોએ તેના પર નારાજગી વ્યક્ત કરી છે. ઘણા યૂઝરોએ આઈપીએલમાં ડ્રેસિંગ રૂમના નિયમો પર સવાલ ઉઠાવ્યો અને આરસીબી તથા ફિન્ચની ટીકા કરી હતી. તેવામાં એકવાર ફરી ખરાબ સમાચારને કારણે આઈપીએલ ચર્ચામાં છે.