છોટાઉદેપુર

છોટાઉદેપુર જિલ્લાના આદિવાસીઓ ખાસ કરીને દેવદિવાળી નો તહેવાર ઉજવતા હોય છે દિવાળી ના દિવસે વહેલી સવારે ઉઠીને દરેક ના ઘરમાં થી પુરા વર્ષ દરમ્યાન ઘરમાં કોઈ પણ પ્રકારની તકલીફ પનોતી રહી હોય તે ઘરમાં થી નીકળી જાય અને આવનારા વર્ષમાં કોઈ પણ પ્રકારની તકલીફ પિડા-પનોતી નહીં રહે આવનારુ વર્ષ ખુબ સારું રહે તેવી માન્યતા માં આ વિધિ કરવામાં આવે છે.

અહીંના આદિવાસી સમાજના વાલસિંહભાઈ રાઠવા ના જણાવ્યા અનુસાર એક જૂનું કાદવ નુ માટલું માં વાળ અને મરઘીના ઈંડા ના ખોપચા તથા લાલ મરચું તેમજ અડદના પાંચ ઢેબરાને માટલાં માં મુકીને એક નાની લાકડી હાથમાં લઈને ટપલી મારતાં મારતાં રોગભોગ માળવે જાય, ચાંદુ-ગુમડુ માળવે જાય,પિડા-પનોતી માળવે જાય,ભૂત -પ્રેત માળવે જાય,ડાકણ-ચૂડેલ માળવે જાય નુ બોલતા બોલતા આખા ઘરમાં ફરીને ગામ ના પાદરે જઈને જમીન પર ઉંચે થી માટલું અથાડીને મોટેથી એક કુરલો કુરરરુઉઉ કરી ને ફટાકડો ફોડી ને આ વિધિ પુરી પાડવામાં આવે છે.

આમ અહીં ના આદિવાસી ઓ પુરા વર્ષ દરમ્યાન ઘરમાં જે પણ નુકશાની કે પિડા-પનોતી આવી હોય તે ઘરમાં ન રહે અને આવનારુ વર્ષ ખુબ સુખ શાંતિ પૂર્વક વિતે તેવી કામના સાથે આ રીતે વર્ષો જૂની ઘરમાં થી ખાહખોહલો(કકળાટ) કાઢવા ની અનોખી પ્રથા આજે પણ સાચવી રાખી છે. આદિવાસીઓની પોતાની સંસ્કૃતિ હોય છે અને તેઓ પોતાની પ્રથાઓ સાચવવા માટે કટિબદ્ધ છે.