દિલ્હી-

બ્રાઝિલના રાષ્ટ્રપતિ જેયર બોલસોનારોએ પીએમ મોદીને પત્ર લખીને બ્રાઝિલને વહેલી તકે વેકિસન આપવા માટે વિનંતી કરી છે. ભારતમાં બની રહેલી એસ્ટ્રાજેનેકા નામની કોરોના વેક્સિન બ્રાઝિલને જાેઈએ છે અને તેનો એક જથ્થો વહેલી તકે બ્રાઝિલને મળે તે માટે ખુદ બ્રાઝિલના રાષ્ટ્રપતિ એક્શનમાં આવ્યા છે. તેમણે પીએમ મોદીને આ માટે પત્ર લખ્યો છે. 

બ્રાઝિલમાં કોરોનાના સંક્રમણના કારણે બ્રાઝિલની સરકાર પર કોરોનાની રસી આપવાનુ અભિયાન વહેલી તકે શરુ કરવા માટે દબાવ બની રહયો છે. બીજી તરફ બ્રાઝિલ સુધી હજી રસી પહોંચી નથી. જ્યારે ભારતમાં કોરોનાની સ્વદેશી વેક્સિનને મંજૂરી મળી ચુકી છે અને હવે વહેલી તકે લોકોને આ રસી આપવાનુ શરુ કરવામાં આવનાર છે.

ટીકાકારોનુ કહેવુ છે કે, બ્રાઝીલ પાડોશી દેશોના મુકાબલે રસીકરણના અભિયાનમાં ખાસુ પાછળ છે ત્યારે બ્રાઝિલના રાષ્ટ્રપતિએ પીએમ મોદીને અપીલ કરી છે કે, રસીના ૨૦ લાખ ડોઝ બ્રાઝીલને વહેલી તકે આપવામાં આવે. બ્રાઝિલ વેક્સિન માટે બીજા દેશો સાથે પણ વાતચીત કરી રહ્યુ છે.