દે.બારીયા : દેવગઢ બારીયા નગરપાલિકામાં વર્તમાન મહિલા પ્રમુખ કોંગ્રેસના નિશાન પર ચૂંટણી લડી વિજય થયા બાદ સત્તા માટે પક્ષપલટો કરી ભાજપના મેન્ડેટ પર પ્રમુખપદ માટેની ચૂંટણી લડી ચૂંટણીમાં વિજય મેળવી નગરપાલિકામાં પ્રમુખ પદ મેળવ્યું હતું. જે અંગેનો વિવાદ અરજી બારીયા પાલિકાના એક મહિલા સદસ્યાએ શેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ ગાંધીનગરમાં કરતા તેની આજે સુનાવણી થતાં દેવગઢ બારીયા નગરપાલિકાના વર્તમાન મહિલા પ્રમુખ દક્ષાબેન મિતેશકુમારના નાથાણીને દેવગઢબારિયા નગરપાલિકાના સભ્ય તરીકે ગેરલાયક કરવાનો હુકમ કરાતા દેવગઢબારીયા નગરપાલિકાના રાજકારણમાં ભૂકંપ આવતા પાલિકાના સત્તાધારીઓમાં સોપો પડી જવા પામ્યો છે. જ્યારે તેમના વિરોધીઓ ગેલમાં આવી ગયા છે.  

 પ્રમુખ ઉપપ્રમુખની અઢી વર્ષની ટર્મ પૂરી થતા બે માસ અગાઉ પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાવાનું નક્કી થયું હતું. જેમાં કેટલાય મહિલા સભ્યો દ્વારા પ્રમુખ બનવા એડી ચોટીનું જાેર લગાવવામાં આવ્યું હતું. ત્યારે કેટલાક સભ્યોને લોભ લાલચ આપી ઉઠાવી લઈ જઈ ખજુરીયાવાળી કરવામાં આવી હતી. પાર્ટી તરફથી કોંગ્રેસના બેનર ચૂંટાઇને આવેલા અને ગત ટર્મમાં ઉપપ્રમુખ પદે રહી ચૂકેલા દક્ષાબેન મિતેશકુમાર નાથાણીનું પ્રમુખ પદ માટે તથા ઉપપ્રમુખ પદ માટે ડોક્ટર ચાર્મી સોનીનું મેન્ડેટ આવ્યું હતું. જેમાં નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ડોક્ટર ચાર્મી સોનીએ પાર્ટી જાેડે બગાવત કરી પ્રમુખ પદ માટે ફોર્મ ભરતા નગરપાલિકાના રાજકારણમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. પ્રમુખપદ માટેની ચૂંટણી થતા બંને પક્ષે ૧૨ ૧૨ વોટ પડતા એક તબક્કે રસાકસી થવા પામી હતી. જાેકે બાદમાં નિયમ પ્રમાણે ચિઠ્ઠી ઉછાળવામાં આવી હતી. જેમાં પ્રમુખ તરીકે દક્ષાબેન નાથાણી ના નામની ચિઠ્ઠી નીકળતા આખરે દક્ષાબેન નાથાણીને પ્રમુખ તરીકે જાહેર કરવામાં આવ્યા હતા.

દક્ષાબેન નાથાણી સત્તા માટે પક્ષપલટો કરી કોંગ્રેસના બેનર ચૂંટાયા હોવા છતાં ભાજપના મેન્ડેટ પર પ્રમુખપદ માટેની ચૂંટણી લડી પ્રમુખનો તાજ હાંસલ કર્યો હતો. પક્ષાંતર કરી પ્રમુખ પદ મેળવવા સબબ દક્ષાબેન નાથાણીને દેવગઢબારીયા નગરપાલિકા ના સભ્ય તરીકે ગેરલાયક ઠરાવવાનો ભૂકંપ શેરી વિકાસ અને શહેરી અને ગૃહ નિર્માણ વિભાગ ગાંધીનગરના ગુજરાત રાજ્યના નામોદિષ્ટ અધિકારી દિલીપ રાવલ દ્વારા હુકમ કરવામાં આવતા દેવગઢ બારીયા નગરપાલિકાના રાજકારણમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.