વડોદરા : કોરોના મહામારીના સંકટ વચ્ચે મોંઘવારીનો માર સહન કરી રહેલા સામાન્ય લોકોના માથે વધુ એક બોજાે ઝીંકાયો છે. પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થતાં બરોડા ડેરી દ્વારા અમૂલ બ્રાન્ડથી વેચાતા દૂધના ભાવમાં પ્રતિલિટરે રૂા.રનો વધારો કરાયો છે. આવતીકાલથી દૂર રૂા.ર પ્રતિલિટર મોંઘું થશે. અમૂલ દ્વારા દૂધના ભાવમાં વધારો કરાયો છે. ત્યારે બરોડા ડેરીએ પણ અમૂલ બ્રાન્ડથી વેચાતા દૂધના ભાવમાં વધારો કર્યો છે. બરોડા ડેરી દ્વારા આ અંગે જણાવ્યું હતું કે, વર્તમાન પરિસ્થિતિમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં ૩૫ ટકાનો વધારો થયો છે. દૂધના પેકિંગ ખર્ચમાં ૩૩ ટકાનો, ફરનેશ ઓઈલના ખર્ચમાં પર ટકા અને વપરાશમાં લેવામાં આવતા પાણીના ખર્ચમાં રર ટકાનો વધારો થયો છે. આ ઉપરાંત પશુઆહારની ચીજવસ્તુઓ અને ઘાસચારાના વધતા જતા ભાવ તેમજ વધતા જતા મજૂરી ખર્ચના કારણે દૂધ ઉત્પાદન ખર્ચમાં ઘણો વધારો થયો છે. જેથી દૂધ ઉત્પાદકોને પોષણક્ષમ ભાવ મળી રહે અને દૂધ ઉત્પાદનનો જથ્થો જળવાઈ રહે તે માટે બરોડા ડેરી દ્વારા અમૂલ દૂધના વેચાણના ભાવમાં આવતીકાલથી પ્રતિલિટરે રૂા.ર નો વધારો કરવાનો નિર્ણય કરાયો છે.

ભાવવધારા બાદ આજથી દૂધના ભાવ

દૂધનો પ્રકાર (પ૦૦ મિ.લિ.) જૂનો ભાવ નવો ભાવ

અમૂલ ગોલ્ડ ૫૮ ૩૦

અમૂલ શક્તિ ૨૬ ૨૭

અમૂલ ગાય ૨૩ ૨૪

અમૂલ તાજા ૨૨ ૨૩