ગાંધીનગર-

રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળ્યો છે.સાથે સાથે રાજ્ય સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.ગુજરાત સરકાર દ્વારા હાલમાં કોરોનાના RTPCR ટેસ્ટ બાબતો મોટી જાહેરાત કરવામાં આવી છે. સરકારે કોરોના માટે કરતા આરટીપીસીઆર(RTPCR)ટેસ્ટની કિંમત ઘટાડવાનો નિર્ણય કર્યો છે. RTPCR ટેસ્ટનો હાલનો ભાવ 700 રૂપિયા હતો જે ઘટાડીને 400 રૂપિયા કરી દેવામાં આવ્યો છે. ઉપ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા આ અંગે જાહેરાત કરવામાં આવી છે. વળી, એરપોર્ટ પર 2700 રૂપિયામાં RTPCR ટેસ્ટ કરાવી શકાશે.

તમને જણાવી દઈએ કે હાલમાં વૈજ્ઞાનિકો દ્વારા કોરોના વાયરસની ત્રીજી લહેરની સંભાવના સતત વ્યક્ત કરવામાં આવી રહી છે એવા સમયમાં ગુજરાત સરકાર દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. આરટીપીસીઆર ટેસ્ટના ભાવમાં 300 રૂપિયાનો ઘટાડો રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. આ પહેલા આરટીપીસી ટેસ્ટ 700 રૂપિયામાં થતુ હતુ જે હવે 400 રૂપિયામાં થઈ શકશે. એરપોર્ટ પર આરટીપીસીઆર ટેસ્ટનો દર 4000 રૂપિયા હતો જે ઘટાડીને હવે 2700 રૂપિયા કરી દેવામાં આવ્યો છે. જે 1300 રૂપિયાનો ઘટાડો દર્શાવે છે. આરટીપીસીઆર ટેસ્ટ માટે ઘરેથી સેમ્પલ લેવાનો દર 900 રૂપિયા હતો જે ઘટાડીને હવે 550 રૂપિયા કરી દેવામાં આવ્યો છે.