દિલ્હી-

 ભારતીય ક્રિકેટ ટીમે બ્રિસ્બેન ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાને 3 વિકેટે પરાજય આપ્યો હતો. આ સાથે ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયામાં સતત બે ટેસ્ટ શ્રેણી જીતીને ઇતિહાસ રચ્યો છે. ઓસ્ટ્રેલિયા દ્વારા અપાયેલા 328 રનના લક્ષ્યાંકનો પીછો કરતાં ભારતે 7 વિકેટે 329 રન બનાવ્યા હતા. આ રીતે ભારતે શ્રેણી 2-1થી જીતી લીધી.

ભારતની આ ઐતિહાસિક જીત પર સોશિયલ મીડિયા પર અભિનંદનનું મોજુ ફરી વળ્યું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ભારતીય ક્રિકેટ ટીમને તેની મોટી જીત બદલ અભિનંદન પાઠવ્યા છે. પીએમએ ટ્વિટ કર્યું કે અમે બધા ઓસ્ટ્રેલિયામાં ભારતીય ક્રિકેટ ટીમની સફળતાથી ખુશ છીએ. વડાપ્રધાને ટ્વિટ કરીને લખ્યું કે, 'અમે બધા ઓસ્ટ્રેલિયામાં ભારતીય ક્રિકેટ ટીમની સફળતાથી ઘણા ખુશ છીએ. તેમની ઉર્જા અને ઉત્કષ્ટતા રમત દરમ્યાન દેખાઈ રહી હતી. તેનો નિશ્ચય, નોંધપાત્ર ધૈર્ય અને નિશ્ચય પણ જોવા મળ્યા. ટીમને અભિનંદન! તમારા ભાવિ પ્રયાસો માટે શુભકામનાઓ. '