રાજકોટ-

રાજકોટ જિલ્લામાં આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા પ્રથમ એવી રાજકોટ જિલ્લા પંચાયતની પ્રશ્નો એપ્લિકેશન એપ લોન્ચ કરાય છે. આ એપ્લિકેશન મારફતે રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના લોકો સીધા જ પોતાના ગામના પ્રશ્નો અને સ્થાનિક સમસ્યાઓ રજૂ કરી શકશે. જ્યારે આ પ્રશ્નો પણ એપ્લિકેશન મારફતે જિલ્લા પંચાયતના જે તે પદાધિકારીઓને મળશે અને તેનો તાત્કાલિક નિકાલ થાય તે માટેના પ્રયત્નો કરવામાં આવશે. આ એપ્લિકેશન લોન્ચિંગનો કાર્યક્રમ રાજકોટ જિલ્લા પંચાયતમાં યોજાયો હતો. જેમાં રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા. જ્યારે રાજકોટમાં સાંસદ મોહન કુંડારિયા, ધારાસભ્ય લાખાભાઈ સાગઠિયા, જિલ્લા પંચાયત પ્રમુખ સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 

રાજકોટ જિલ્લા પંચાયત દ્વારા ગ્રામ્ય લોકોના સંપર્કમાં રહી શકાય અને તેમની સમસ્યા જાણી શકાય તે માટે હવે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેના માટે પ્રજા પ્રશ્નો એપ્લિકેશન બનાવમાં આવી છે. જેનું આજે રાજ્યના મુખ્યપ્રધાનના હસ્તે લોન્ચિંગ કરવામાં આવ્યું હતુ. આ એપ્લિકેશન મારફતે ગ્રામ્ય વિસ્તારોના લોકોને પોતાના પ્રશ્નો માટે જિલ્લા પંચાયત ખાતે દોડી આવવું નહિ પડે, જ્યારે તેમના ગ્રામ્યમાંથી જ આ પ્રશ્નોનો નિકાલ થઈ શકશે. આ માટે ગ્રામ્ય વિસ્તારોમાં લોકીને એપ્લિકેશન ડાઉનલોડ કરવામાં આવશે. તેમજ વધુમાં વધુ ગ્રામીણ લોકો આ એપ્લિકેશનનો લાભ લે તે માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવશે.