ગાંધીનગર, ગાંધીનગરના પેથાપુરમાં પિતા દ્વારા તરછોડી દેવાયેલા માસૂમ બાળક સ્મિત (શિવાંશ)ના કેસમાં હવે નવો વળાંક આવ્યો છે. બાળકના પિતા સચિને બાળક સ્મિતનો કબજાે લેવાનો દાવો જતો કર્યો છે. જેના કારણે સેન્ટ્રલ એજન્સી દ્વારા પિતા સચિનને ફેરવિચારણા માટેનો સમય આપ્યો છે. એટલું જ નહિ બીજી તરફ સેન્ટ્રલ એજન્સી દ્વારા બાળક સ્મિતને દત્તક આપવા માટેની કાર્યવાહી કરવામાં આવશે.ગાંધીનગરના પેથાપુરમાં પિતા દ્વારા તરછોડી દેવાયેલા સ્મિત નામના માસૂમ બાળકે સમગ્ર ગુજરાતનું મન મોહી લીધુ હતું. તેના માસૂમ ચહેરાને જાેઈને અનેક લોકોએ તેને દત્તક લેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ત્યારે હવે આવા લોકોની આ ઈચ્છા પૂરી થાય તેવા સમાચાર સામે આવ્યા છે. ગાંધીનગરના પેથાપુરમાં ત્યજી દેવામાં આવેલા બાળક સ્મિતને દત્તક લેવાનો માર્ગ મોકળો થયો છે. સ્મિતને દત્તક લેવાની પ્રક્રિયા આગામી દિવસોમાં શરૂ થશે તેવી માહિતી મહિલા અને બાળ વિકાસ આયોગના ચેરપર્સન જાગૃતિ પંડ્યા દ્વારા આપવામાં આવી છે. ત્યારે હવે આ માસુમ બાળક સ્મિત કોનો કુળદિપક બનીને કોના પરિવારનું સ્મિત બનશે તે ચર્ચાનો વિષય બન્યો છે.આરોપી પિતા સચિન દિક્ષિતે પોતાના બાળકનો કબજાે લેવાનો દાવો જતો કર્યો છે, જેના કારણે બાળક સ્મિતને હવે નવો પરિવાર મળી શકે છે. આ અંગે મહિલા અને બાળ વિકાસ આયોગના ચેરપર્સન જાગૃતિ પંડ્યાએજણાવ્યું હતું કે, ગાંધીનગરના પેથાપુરમાંથી મળેલા બાળક સ્મિતને દત્તક લેવાની પ્રક્રિયા આગામી દિવસોમાં શરૂ કરવામાં આવશે. બાળકના પિતા સચિન દીક્ષિતે પોતાના બાળકને તેની માતાના સંબંધીઓને સોંપવા ઈન્કાર કર્યો છે. એટલું જ નહિ પિતા સચિને પોતાના બાળકને તંત્ર સમક્ષ સરેન્ડર કરીને પોતાનો દાવો પણ જતો કર્યો છે. જેના કારણે હવે બાળકને અન્ય કોઈ પણ વ્યક્તિ દત્તક લઈ શકશે.