અમદાવાદ, નરોડાના ગેલેક્ષી સિનેમા પાસે આવેલ ગેલેક્ષી એવન્યુ કોમ્પ્લેક્ષની એક દુકાનમાં આવેલ રોયલ એપલ હોટલમાં દેહવ્યાપારનો ધંધો ચાલતો હોવાની પોલીસને બાતમી મળતા પોલીસે તે જગ્યાએ દરોડો પાડીને હોટલના મેનેજર સહીત ચાર લોકોની પોલીસે ધરપકડ કરી છે.
નરોડા પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા એ.એમ.પટેલ તેમના સ્ટાફ સાથે નોકરી પર હાજર હતા ત્યારે તેમને બાતમી મળી હતી કે, નરોડા ગેલેક્ષી સિનેમા પાસે આવેલ ગેલેક્ષી એવન્યુ કોમ્પ્લેક્ષની એક દુકાનમાં આવેલ રોયલ એપલ હોટેલના માલીક, મેનેજર તથા બીજા માણસો આર્થીક ફાયદા માટે બહારથી ભાડુઆત સ્ત્રીઓ લાવી હોટલની આડમાં પુરુષ ગ્રાહકો પાસેથી પૈસા મેળવીને ગેરકાયદેસર દેહવ્યાપારનો ધંધો ચલાવે છે. અને હાલ તે ધંધો ચાલી રહ્યો છે તથા કેટલીક સ્ત્રીઓને બહારથી બોલાવવામાં આવી રહી છે. જેના પગલે નરોડા પોલીસે એક બનાવટી ગ્રાહક ઉભો કર્યો હતો. અને તે ગ્રાહકને હોટલની અંદર મોકલ્યો હતો. બાદમાં પોલીસે દરોડો પાડ્યો હતો. જેમાં હોટલના કાઉન્ટર પર ચાર શખ્સો બેઠા હતા જેમણે પોતાના નામ શ્યામ ચૌધરી, જય ચન્દ્રકાંત, પ્રકાશ પરમાર અને મેનેજર કિશન મીણા હોવાનું જણાવ્યુ હતુ. જેથી પોલીસે આ ચારેયના વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને તેમની ધરપકડ કરી હતી. આ દરમિયાન એક મહિલા પણ મળી આવતા પોલીસે તેની પુછપરછ કરતા જણાવ્યુ હતુ કે, હોટલના માલિક અને મેનેજર દેહવ્યાપાર કરવા માટે હોટલમાં બોલાવી હતી અને બહારથી ગ્રાહકો બોલાવતા હતા.
સ્પાની આડમાં દેહવ્યાપાર ચાલતો હતો
થોડા દિવસ પહેલા જ ગેલેક્સી પાસે એક સ્પાની આડમાં ચાલી રહેલા દેહ વ્યાપાર પોલીસે દરોડો પાડ્યો હતો જેમાં ત્રણ લોકોની પોલીસે ધરપકડ કરી હતી. જાે કે આ બંધ થઈ જવાની સાથે ૧૦૦ મીટરની દૂરીમાં જ દેહવ્યાપારનો ધંધો ફરી ચાલુ થઈ ગયો હોવાથી પોલીસે હવે ગેલેક્સી વિસ્તારમાં કડક પેટ્રોલીંગ કરવાનું ચાલુ કરી દીધુ છે.
Comments