અંકલેશ્વર, ગાંધીના ગુજરાતમાં દારૂની બંધી હોવા છતાં અઢળક વિદેશી દારૂ ઠલવાય છે. પોલીસ વિદેશી દારૂની બદી ને ડામવા કમરકસે છે. જેમાં લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપાય છે. અંકલેશ્વરના ત્રણ પોલીસ મથકોમાં પણ પોલીસે પાછલા દિવસોમાં મોટાપાયે વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. જેનો આજે વિધિવત નાશ કરાયો હતો. અંકલેશ્વર શહેર, તાલુકા અને જીઆઇડીસી પોલીસ મથકમાં અત્યાર સુધીમાં કુલ રૂપિયા ૬૦.૭૨ લાખ રૂપિયાના વિદેશી દારૂના જથ્થાને કોર્ટની મજૂરી બાદ નાશ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. અંકલેશ્વરના ડી વાય એસ પી ચિરાગ દેસાઈ અને મામલતદાત એચ.જી.બેલડીયાની હાજરીમાં હાંસોટ રોડ પર આમલાખાડી ખાતે રૂપિયા ૬૦,૭૨,૨૭૦ ના વિદેશી દારૂની બોટલો પર બુલડોઝર ફેરવી તેનો નાશ કરાયો હતો.

નેત્રંગ પોલીસે મહિન્દ્રા ગાડીમાંથી વિદેશી દારૂ ઝડપી પાડ્યો

નેત્રંગ, નેત્રંગ પોલીસે બાતમીના આધારે ઝઘડીયા-અંકલેશ્વર તરફ જનાર મહિન્દ્રા-મેક્ષ જીપમાંથી વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની બોટલો તથા બીયરના ટીન તથા જીપ મળી કુલ ૨૯૭૬૦૦ના મુદ્દામાલ ઝડપી પાડયો છે. જાેકે ખેપિયાઓ ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા. બનાવની પોલીસ સુત્રિય માહિતી પ્રમાણે નેત્રંગ પોલીસ દારૂ, જુગાર જેવી બદીઓને નાથવાના સબબરૂપ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન બાતમી મળેલ કે એક મહિન્દ્રા -મેક્ષ જીપ નં.તરફથી આવનાર છે. પોલીસે વોચ રાખતા થવા ચેકપોસ્ટ ઉપરથી બાતમી અનુસાર જીપ આવતા તેને પડકારી પીછો કર્યો હતો. જીપના ચાલકે પોલીસને જાેતા તેનું વાહન ભગાડી ફુલવાડી, અરેઠી થઈ મેનહાઈવે ઉપરથી રમણપુરા ગામના પાટીયાથી ડાબી બાજુ બલદવા ડેમ તરફ હંકારી આંબાડુંગરી ગામની સીમમાં જવાના કાચા રસ્તે ડુંગરીયાળ વિસ્તારના ખુલ્લા ખેતરમાં પોતાની જીપ મુકી ભાગી ગયા હતા. પોલીસે મહિન્દ્રા મેક્ષ જીપ પાસે જઈ તેની તલાશી લેતા તેમાંથી ભારતીય બનાવટના ઈંગ્લીશ દારૂની કુલ ૯૦૦ બોટલો તથા બીયરના પ૭૬ ટીન મળી આવતા પોલીસે મહિન્દ્રા જીપ  તથા ૧,૪૭,૬૦૦નો વિદેશી દારૂ મળી કુલ રૂપિયા ૨,૯૭,૬૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.