વડોદરા : પૂર્વ ઝોનના ડેપ્યુટી કમિશ્નર સમક્ષ આ અંગે લેખિતમાં કરાયેલ રજુઆતમાં જણાવ્યું છે કે, વહીવટી વોર્ડ નંબર બે અને નાવના વિસ્તારમાં જ્યારથી વરસાદનું આગમન થયું ત્યારથી રોડ રસ્તાઓ ધોવાઈ ગયા છે.ઉબડ ખાબડ થઇ ગયા છે.મોટા મોટા ખાડાઓ પડી ગયા છે.જેને કારણે અનેક રાહદારીઓ અને નાગરિકો ઉપરાંત વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. કેટલાક કિસ્સાઓમાં નાગરિકોને આને કારણે શારીરિક ઈજાઓ થવા પામી છે.આ ઉપરાંત વરસાદ બંધ થયા પછી પણ આ વિસ્તારમાં ઘણી જગ્યાએ પાણી ઉતારતા નથી.જેને કારણે હજુ આજે પણ ઘરોમાં પાણી ભરાયેલા છે.આ વિસ્તારમાં ગટરો ઊભરાવવાની સમસ્યા મોટી છે.આવી ઉભરાતી ગટરોના પાણી માર્ગો પર તથા ઘરોમાં ફરી વળતા ગંદકી,માંદગી અને નાગરિકોનું આરોગ્ય જોખમાય છે.મચ્છરોનો ત્રાસ એના લીધે વધી ગયો છે.પીવાના પાણી સાથે ગટરના પાણી મિક્ષ થવાની સમસ્યાઓ પણ અનેક ઠેકાણે ઉભી થવા પામી છે.